અમરેલી નાગરિક બેન્કનાં ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી થઈ

બોર્ડ ઓફ ડાયરેકટરમાં થયો નિર્ણય
અમરેલી નાગરિક બેન્કનાં ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી થઈ
ચેરમેનપદે ધાનાણી, વાઈસ ચેરમેનપદે ડો. સાપરીયા
અમરેલી નાગરિક સહકારી બેન્કનાં બોર્ડ ઓફ ડિરેકટરની બેઠક મળી હતી. ત્યારે નવા વર્ષનાં ચેરમેન-વાઈસ ચેરમેન તથા એમડીની નિમણૂંક કરવાની હોય. 17 ડિરેકટર્સ પૈકી 10 ડિરેકટરો હાજર હોય તેઓએ નાગરિક સહકારી બેન્કનાં નવા ચેરમેન તરીકે મનસુખભાઈ ધાનાણી, વાયસ ચેરમેન તરીકે ડો. સાપરીયા તથા એમડી તરીકે પરેશભાઈ આચાર્યની સર્વાનુમતે વરણી કરી હતી.
આ બેઠકમાં ડિરેકટર્સ પી.પી. સોજીત્રા, જીતુભાઈ ગોળવાળા, જયેશભાઈ નાકરાણી, ભાવિનભાઈ સોજીત્રા, અરવિંદભાઈ સિતાપરા તથા ઉમેદભાઈ ખાચર સહિતનાં ડિરેકટર્સ ઉપસ્થિત રહૃાા હતા. નવનિયુકત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Recent Comments