fbpx
અમરેલી

સાવરકુંડલા પાલિકાના ઇતિહાસમાં કોંગ્રેસના ગઢમાં વોર્ડ નં 7 માં પ્રથમ વાર ગાબડું પાડીને ભાજપે 2 બેઠકો મેળવતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ ઉમંગ

સાવરકુંડલા પાલિકાના ઇતિહાસમાં કોંગ્રેસના ગઢમાં વોર્ડ નં 7 માં પ્રથમ વાર ગાબડું પાડીને ભાજપે 2 બેઠકો મેળવતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ ઉમંગની હેલી ઉપડી હતી ડીજે સંગીતના તાલે “બજારમાં આવે એ ટોળા વીંજતો આવે એ નક્કી મારુ વાવાઝોડું આવે” ના તાલે આઝાદ ચોકથી ભાજપની ભવ્ય રેલી નિકળી હતી ને “ટોળા વીંજતો આવે ના તાલે રેલીએ” ભારે આકર્ષણ જમાવ્યું હતું વોર્ડ નં 7 ના કોંગ્રેસના 108 ગણાતા હિતેશ સરૈયાને કારમી પછડાટ આપીને આસિફ કુરેશીએ 600 ઉપરાંતના મતોથી ધોબી પછડાટ આપી હતી

તો રસિદાબેન ગોરીને ફરીદાબેન શેખએ પછડાટ આપીને કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવી નાખ્યા હતા પાલિકાના ઇતિહાસમાં ક્યારેય વોર્ડ નં7 માં ભાજપની બેઠક આવી નથી પણ ઇતિહાસને પછડાટ આપીને ભાજપે વોર્ડ નં 7 ની બેઠકો કબ્જે કરીને કોંગ્રેસને મો પર તમાચો માર્યો હતો નાસિર ચૌહાણ ને અમીનાબેન બાવનકા બે જ કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા ને ભાજપની ભવ્ય રેલી વોર્ડ નં 7 ના ફરીને વિજય સરઘસ કાઢીને કોંગ્રેસને ગઢના કાંગરા ખેરવીને વિજ્યોત્સવ ઉજવ્યો હતો

Follow Me:

Related Posts