કમળ છાપ પેંડા થી લોકોના મો–મીંઠા

કરાવશેભારતીય જનતા પક્ષના વિજયને ગળાના ગળપણ સાથે ” કમળ છાપ ” પેંડાની વહેંચણી સાથે ઉજવવાનો નવતર પ્રયાસ અમરેલીમા પૂર્વ કેબીનેટ મંત્રી– રાષ્ટ્રિય સહકારી આગેવાન, ખેડૂત નેતા દિલીપ સંઘાણી દ્રારા કરવામા આવેલ છે અને આ માટે અમરેલીની પ્રખ્યાત હરિઓમ ડેરી ફાર્મને કમળ છાપ પેંડા તૈયાર કરવા રૂા.૧,૧૧,૧૧૧/– ના ઓર્ડર નોંધાવવામા આવેલ છે તેમજ અમરેલી શહેર ભાજપ દ્રારા ભાજપ માંથી ચૂંટણી લડેલા તમામ ઉમેદવારશ્રીઓ ભાજપની ઐતિહાસીક જીતને લોકો વચ્ચે જઈ આભાર માની તેમના મો–મીઠા કરાવી ઉજવણી કરશે
ઉજવવાનો નવતર પ્રયોગ ગુજરાત રાજયમા સર્વપ્રથમ હોઈ, વિશેષ આનંદ છવાયો છે અને આ ખુશાલીમા સૌ સહભાગી બની રહયા છે. આ અંગેની તૈયારી નગર પાલીકાના ચૂંટણી ઈન્ચાર્જ મુકેશ સંઘાણી, શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી, ચૂંટણી ઈન્ચાર્જ ભાવેશ સોઢા દ્રારા થઈ રહયાનું કાર્યાલયની યાદીમા જણાવાયેલ છે.
Recent Comments