અમરેલી શહેરમાં પીજીવીસીએલ ની અવિરત કામગીરી

અમરેલી શહેર માં પીજીવીસીએલ દ્વારા ગુરુવાર ના દિવસે અલગ અલગ વિસ્તારમાં કામગીરી અવિરતપણે કરવામાં આવતી હોય આજ રોજ સરદાર ચોક માં ચોક ની વચ્ચે થી પસાર થતા અને જોળા ની જેમ લબડતા વાયરો દૂર કરીને ચોક એકદમ પીજીવીસીએલ દ્વારા ચોખ્ખો કરી દેવામાં આવેલ હતો અને આમ શહેર ની સુંદરતા માં પણ વધારો કરવામાં આવેલ છે..તેમજ પતંગ દોરો કે કોઈ અકસ્માત નો ભય પણ દૂર થઈ ગયેલ છે અને ચોક ની સુંદરતામાં પણ વધારો થયેલ છે..તદ્દ ઉપરાંત કેરિયા રોડ ના ભોજલપરા ના ખૂણા ઉપર વર્ષો થી ઊભેલા પોલ કે જ્યાંથી રોજના ઘણા વાહનો પસાર થતા હોય અકસ્માત ના થાય તે ના ભાગ રૂપે આ પોલ દૂર કરીને રસ્તો પહોળો થતા ત્યાંના રહીશો માં તથા રોજ પસાર થતા હોય વાહન ચાલકો માં ખુશી વ્યાપેલ છે..પીજીવીસીએલ ના નાયબ ઈજનેર કાલાણી દવરા સતત માથે રહી ને કામગીરી કરાવેલ હોય ત્યાંના રહીશો દ્વારા તેમનો આભાર માનેલ હતો..
Recent Comments