અમરેલી :સાવરકુંડલાના નેસડી ગામના ખોડલધામ ના મહંતે કોરોના રસી લઇ ગામના લોકોને રસી લેવા ઉદાહરણ પુરૂ પાડ્યું હાલમાં રસી લેવા બીતા લોકોને રસી લેવા આહવાન પણ કર્યું

સાવરકુંડલાના નેસડી ગામે ખોડલધામ ના મહંત અને આગેવાનો દ્વારા કોરોના રસી લઇ ગામના લોકોને રસી લેવા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું,કોરોના રસી લેવા માટે સરકાર દ્વારા વારંવાર જાહેરાતો કરવામાં આવે છે પરંતુ લોકોમાં ખોટો અપ્રચાર અને ભયના કારણે રસી લેવાથી દૂર ભાગે છે ત્યારે,આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા લોકોના ઘરે ઘરે જઈ કોરોના રસી લેવા માર્ગદશન અને માહિતી આપવામાં આવી રહી છે,અને સાથે રસી પણ દેવામાં આવી રહી છે. સાવરકુંડલાના જીરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નેસડી હેલ્થ એન્ડ વેલ્ફેર સેન્ટરમાં ખોડલધામના મહંત લાલજીબાપુ એ કોરોના રસી લીધી હતી અને સાથે ગામના આગેવાનો હિંમતભાઇ ગેવરિયા સહિતનાએ રસી લઇ ગામના લોકોને રસી લેવા મોટું ઉદાહરણ પુરૂ પાડી કોરોના રસી લેવા આહવાન પણ કર્યું હતું.આ તકે મેડિકલ ઓફિસર એ.એમ કુરેશી તેમજ સીએચઓ સજ્જાદ ચૌહાણ અને આરોગ્ય કર્મી એન.કે મકવાણા એફ.એચ.ડબ્લ્યુ તેમજ હિમાંશુ ત્રિવેદી એમ.પી.એચ.ડબ્લ્યુ એ કોરોના રસી આપવાની કામગીરી કરી હતી
Recent Comments