fbpx
અમરેલી

અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા’વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે’ની કરાઈ

શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજયના નવજાત શિશુ થી ૬ વર્ષના આંગણવાડીના બાળકો, ધોરણ-૧ થી ધોરણ-૧૨ માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતાં બાળકો, આશ્રમશાળા, મદ્રેસા, ચિલ્ડરન હોમના બાળકોને ૪ ડી પ્રમાણે આરોગ્ય તપાસ અને તદૃન મફત સારવાર કરવામાં આવે છે. WHO એ ૩ માર્ચના ને ‘વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે’ તરીકે ઉજવવાનું નકકી કર્યુ છે. શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.) પ્રોગ્રામ હેઠળ ૪ ડી માંનું એક ઇન્ડીકેટર બર્થ ડિફેકટ માટે સારી કામગીરી થઇ રહી છે. અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારના અધ્યક્ષતામાં અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલના માર્ગદર્શન હેઠળ વર્લ્ડ ડિફેકટ ડે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જન્મજાત ખોડખાપણ ધરાવતા બાળકોને શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સારવાર પૂરી પડવામાં આવે છે. બર્થ ડિફેકટ વાઇઝ ( ન્યુ‍રલ ટયુબ ડિફેકટ, ડાઉન્સ સિન્ડૂોમ, કલેફટ લીપ અને પેલેટ, કલબ ફુટ, ડેવલપમેન્ટલ ડિસપ્લેસીયા ઓફ હિપ, કન્જ‍નાઇટલ કેટરેકટ, કન્જ‍નાઇટલ ડેફનેસ, જન્મજાત હદયરોગ, રેટીનોપેથી ઓફ પ્રીમેચ્યોરીટી અને અન્ય કોઇ ખોડખાંપણ તેમજ અન્ય બર્થ ડિફેકટ હોય તેવા બાળકો પૈકી બે બાળકો અને તેઓના માતા-પિતા સાથે બોલાવીને સારવાર બાબતનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરતાં આરોગ્યકર્મીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ જે બાળકોએ આ સેવા લીધી હતી એમના હાથે કેક કાપીને ભેટ સોગાદથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આર.સી.એચ.ઓ.શ્રી ડો. આર.કે. જાટ, જિલ્લા સર્વેલન્સ ઓફિસરશ્રી ડો. એ.કે. સીંગ, શાળા આરોગ્ય યુનિટના શાળા આરોગ્ય મદદનીશ શ્રી કે.સી. રાવલ અને શ્રી એમ.કે. બગડા હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/