અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર

અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. અમરેલીના નામે ઓળખાતી નિર્દિષ્ઠ સંઘ વ્યવસ્થાપક સમિતિના સભ્યોની તેના મતદારોમાંથી ચૂંટાયેલા સભ્યોની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મીટીંગની પ્રથમ બેઠક મળે તે તારીખથી પાંચ વર્ષની મુદત માટે (અ) તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રતિનિધિ-૧, (બ) પ્રોસેસિંગ સોસાયટીઓના પ્રતિનિધિ-૧, (ક) જિલ્લાના તાલુકા દીઠ ખેતી વી.સ.મં./સેવા/ વી.કા. મંડળીના પ્રતિનિધિ તાલુકા દીઠ ૧-૧૧, (ડ) અન્ય સહકારી મંડળીના પ્રતિનિધિ-૧ એમ મળી કુલ-૧૪ બેઠકોની ચૂંટણી થવાની છે. અને નિર્દિષ્ઠ કરેલ મતદાર મંડળ (ઝોન) અથવા મતદાર મંડળો જેનો આમાં હવે સંબંધિત મતદાર મંડળ (ઝોન) તરીકે ઉલ્લેખ કર્યો છે. ચૂંટણી સબંધમાં ભારત સરકારશ્રી કોવીડ-૧૯ ની ગાઈડલાઈનને ધ્યાને લઈને ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે તા: ૧૨/૩/૨૦૨૧ ના 3 વાગ્યા સુધી મામલતદાર કચેરી અમરેલી ખાતે ઉમેદવારીપત્રો ભરી શકાશે. ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તા: ૧૨/૩/૨૦૨૧ છે અને તા: ૧૫/૩/૨૦૨૧ સવારે ૧૧ વાગ્યા સુધી ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. માન્ય ઉમેદવારીપત્રોની યાદી તા: ૧૬/૩/૨૦૨૧ ના પ્રસિદ્ધ થશે. ૧૭/૩/૨૦૨૧ ના બપોરે 3 વાગ્યા સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. તા: ૧૮/૩/૨૦૨૧ હરીફ ઉમેદવારની છેવટની યાદીની પ્રસિદ્ધિની તારીખ છે. તા: ૨૬/૩/૨૦૨૧ના સવારે ૯ થી બપોરે ૩ સુધી મતદાન થશે અને પુનઃ મતદાનની જરૂર હશે તો તા. ૩૦/૩/૨૦૨૧ના મતદાન યોજી શકશે. તા: ૩૧/૩ ના મતગણતરી થશે અને ત્યારબાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે.
Recent Comments