fbpx
અમરેલી

ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્‍સવ અને રકતદાન શિબિર સંપન્‍ન

ચલાલા ખાતે 17માં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્‍સવ સફળ રીતે યોજાઈ ગયા. જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વગર માનવ સેવાના આ ભગીરથ કાર્યનો જુદી-જુદી જ્ઞાતિના રપ નવયુગલોએ લાભ લીધો હતો અને સમાજના સાચા જરૂરિયાતમંદો સુધી પહોંચવાનો પ્રયત્‍ન ગાયત્રી પરિવાર દ્વારા થયો હતો. કાર્યક્રમના શુભારંભમાં પ્રથમ દિવસે સંસ્‍થાના શિલ્‍પી તેવા પૂ. રતિદાદા તથા પંચમુખી હનુમાનજી મહારાજ, વાકુનીધારના લઘુ મહંત પૂ. કરૂણાનિધાન બાપુ અને સનાતન ધર્મ મંદિર કંપાલા (યુગાન્‍ડા, આફ્રિકા)ના ચેરમેન પરેશભાઈ મહેતા દ્વારા દીપ પ્રાગટય કરી અને નવદંપતીઓને આશિર્વચન પાઠવ્‍યા હતા. આ કાર્યક્રમમાં અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. મુકતાનંદજી બાપુ, દાન મહારાજની જગ્‍યાના મહંત પૂ. વલકુબાપુ તથા પ્રયાગરાજ બાપુ, હરિદ્વારથી પધારેલ સંતો, પદયાત્રી પૂ.. આત્‍મારામ બાપુ, સતાધાર ધામથી પૂ. ગોવિંદબાપુ, નેસડી ખોડલધામથી પૂ. લવજીબાપુ, માચીયાળાથી પૂ. નલિનબાપુ, બગસરાથી પૂ. જેરામબાપુ, ભીમનાથ મહાદેવ મહંત પૂ.મહીપતબાપુ વગેરે સંતો મહંતો તથા આફ્રિકાથી પધારેલ એન.આર.આઈ. મહેમાન પરેશભાઈ મહેતા, મોરબીના ઉદ્યોગપતિ બાબુદાદા પટેલ, ગાયત્રી પરિવાર વાકાનેરથી અશ્‍વિનભાઈ રાવળ, ભાવનગરથી ભાવેશકુમાર, ભાયાબાપુ, ઉદયબાપુ, ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, રા.બ્રા. સંઘ મે. ટ્રસ્‍ટી દિવ્‍યકાંતભાઈ જોષી, ચલાલા પી.એસ.આઈ. પંડયા, નગર પાલિકા પ્રમુખ પ્રકાશભાઈ કારીયા, ઉપપ્રમુખ જયરાજભાઈ વાળા, મીઠાપુર (ડું.) સરપંચ ઉપેન્‍દ્રભાઈ વાળા, દિલુભાઈ વાળા, અનિરૂઘ્‍ધભાઈ વાળા, હિંમતભાઈ દોંગા, હરિપરા સરપંચ રમણીકભાઈ સોજીત્રા, ગાયત્રી પરિવાર અમરેલીથી જે.વી. આચાર્ય, બાબુભાઈ રાજયગુરૂ, બિપીનભાઈ ભરાડ, અતુલભાઈ જાની, પુનાભાઈ રબારી, બગસરાથી દિપાબેન ગોહીલ તથા તમામ સહયોગીઓ, દાતાઓ, પરિવારજનો વગેરે ઉપસ્‍થિત રહયા હતા. આ સમૂહ લગ્નોત્‍સવમાં દરેક કન્‍યાને 130 ઉપરાંત વસ્‍તુ કરીયાવર રૂપે ભેટ આપવામાં આવી હતી. તથા લગ્નના છેલ્‍લા દિવસે ઈન્‍ડીયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી મહા રકતદાન શિબિરનું આયોજન કર્યું હતું. જેનો બહોળી સંખ્‍યામાં રકતદાતાઓએ લાભ લીધો હતો. 4ર વર-કન્‍યાને યુગશકિત ગાયત્રીના ગ્રાહક બનાવ્‍યા હતા. સાથે ચા-પાણી અને ભોજન પ્રસાદની સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. પૂ. મુકતાનંદ બાપુ ભારતભરમાં થતા સેવા કાર્યોમાં આ સંસ્‍થા નોંધનીયઅને પ્રેરણારૂપ છે. પરેશભાઈ (કંપાલા- યુગાન્‍ડા)એ નવદંપતીઓને સુખમય જીવન જીવવા માટે બોધ આપ્‍યો હતો. હરિદ્વારથી પધારેલ સંતોએ સંસ્‍થાને મીની શાંતિકુંજ કહી સેવા કાર્યને બિરદાવી હતી.પૂ. વલકુબાપુએ આવા મંગલમય કાર્યો થતા રહે. પૂ. કરૂણાનિધાન બાપુએ સુંદર આયોજન માટે સંસ્‍થાને બિરદાવી હતી. પૂ. પ્રયાગરાજ બાપુએ સંસ્‍થાની પ્રવૃતિને બિરદાવી નવદંપતીઓને શુભેચ્‍છા પાઠવી હતી. પૂ. લવજીબાપુએ આ સંસ્‍થા ચલાલા અને આજુબાજુના વિસ્‍તાર માટે આશિર્વાદરૂપ છે. પૂ. આત્‍મારામ બાપુએ વારંવાર અહીં આવવાનું મન થાય તેવું સુંદર વાતાવરણ આ સંસ્‍થાનું છે. પૂ. જેરામબાપુએ સંસ્‍થા વધુ સારા કાર્યો કરે અને આગળ વધે. કોરોનાની ગાઈડ લાઈન મુજબ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વ્‍યવસ્‍થા મહેશભાઈ મહેતા દ્વારા ગોઠવવામાં આવી હતી. ગાયત્રી પરિવારના વિરાટ કાર્યને સફળ બનાવવા પૂ. રતિદાદા, મહેશભાઈ મહેતા, પરેશભાઈ મહેતા, લાલજીભાઈ ખુંટ, રમેશદાદા ભટ્ટ, દિનેશદાદા ઠાકર, મેહુલભાઈ, નટુભાઈ તેમજ મંજુબા, રસીલાબેન, ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયના આચાર્યા શીતલબેન તથા સમગ્ર સ્‍ટાફગણ તેમજ બાળકો વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/