અમરેલી નગરપાલિકાના પ્રમુખપદે મનીષાબેન સંજયભાઈ રામાણી ઉપપ્રમુખ રમાબહેન નરેશભાઈ મહેતા
આ વખતે ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે અમરેલી નગરપાલિકા કબજે કરી હતી. ત્યારે આવખતે નગરપાલિકામાં પ્રમુખ તરીકે સ્ત્રી અનામત હોય પ્રમુખ તરીકે મનીષાબહેન સંજયભાઈ રામાણી, ઉપપ્રમુખ તરીકે રમાબહેન નરેશભાઈ મહેતા, કારોબારી ચેરમેન તરીકે સુરેશભાઈ લખુભાઈ શેખવા, પક્ષના નેતા તરીકે બીનાબહેન સંજયભાઈ વણઝારા તેમજ દંડક તરીકે ચિરાગભાઈ મનુભાઈ ચાવડાની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સહકારી શિરોમણી દિલીપભાઈ સંઘાણી, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, નગરપાલિકાના ચુંટણી ઇન્ચાર્જ મુકેશભાઈ સંઘાણી, અમરેલી ભાજપ શહેર પ્રમુખ તૃષારભાઈ જોષી, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા તેમજ અન્ય ભાજપના આગેવાનોએ નવા વરાયેલા પ્રમુખ, ઉપપ્રમુખને મીઠું મો કરાવી હારતોરા કરી અભિનંદન આપ્યા હતા
Recent Comments