સતત છઠૃી વખત મધ્યસ્થ બેંકના ચેરમેન બનતા દિલીપભાઈ સંઘાણીને અભિનંદન પાઠવતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા
સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપના મહામંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ બસીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા વિશેષ ઉપસ્થિત રહયા
અમરેલી જિલ્લાના ખેડુતો અને છેવાડાના માનવીની પોતાની કહી શકાય તેવી બેન્ક એટલે મધ્યસ્થ બેન્ક શ્રી દિલીપભાઈ સંઘાણીના નેતૃત્વમાં મધ્યસ્થ બેન્ક સામાન્ય જનજીવન માટે આર્થિક કરોડ રજજુ સમાન બની છે.
વેકરીયાએ જણાવેલ કે સહકારી ક્ષેત્રનો મૂળ આધાર જ ગામડુ છે, ગ્રામ્ય દૈનિક પ્રવૃતિ સહકારના ભાવનાથી જ ઉદભવે છે અને તેનો લાભ છેવાડાના ગામ અને ગ્રામીણ સુધી વિસ્તરે છે. દેશ–રાજયની સહકારી પ્રવૃતિમા હવે ધીરે..ધીરે યુવાપ્રતિભા આગળ આવીને કાર્યકુશળતાનો લાભ સહકારી પ્રવૃતિમા રેડી રહી છે. ચેરેમન શ્રી દિલીપભાઈ સંઘાણી સહકારી માળખાને ગતિશીલ બનાવવા શકિતને જોતરી રહયા છે.
વેકરીયાએ વધુમાં જણાવેલ છે કે, જિલ્લા બેન્ક જેવી મહત્વની સહકારી સંસ્થાનુ સુકાન શ્રી દિલીપભાઈ સંઘાણી પાસે હોય તેમજ સહકારી પ્રવૃતિનો બહોળો અનુભવ અને લાભ છે જે છેવાડાના માનવી લઈ રહયા છે તેમજ દિલીપભાઈ સંઘાણીના નેતૃત્વમાં લાભ લેતા રહેશે તેમ જિલ્લા ભાજપ કાર્યાલયની યાદીમાં જણાવાયુ છે.
Recent Comments