fbpx
અમરેલી

અમરેલી જિ.પં.ના પ્રમુખ તરીકે રેખાબેન મોવાલિયા અને ઉપપ્રમુખ પદે ભુપત વાળાની દાવેદારી, બંનેની બિનહરિફ વરણી નિશ્ચિત

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગઈકાલે અમરેલી જિલ્લાની 5 નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામા આવી હતી. આવતી કાલે અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ અને 11 તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાશે અને સત્તાવાર રીતે નામો અધિકારી દ્વારા જાહેર કરશે.

સમગ્ર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાને કારણે બિનહરીફ હોદેદારોની વરણી કરવા માં આવી છે. અગાવ ભાજપમાં હોદા માટે બળવા અને હોબાળા ન થાય તે માટે ખાસ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જીતેલા સદસ્યોની એક અમરેલી ખાતે મહત્વની બેઠક બોલાવી હતી અને જરૂરી સૂચનાઓ પણ આપવામા આવી હતી. આજે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રેખાબેન મોવાલીયાએ દાવેદારી નોંધાવી તો ઉપપ્રમુખ તરીકે ભુપતભાઇ વાળાએ દાવેદારી નોંધાવી છે. આ દાવેદારી નોંધાવવા માટે જિલ્લા વિકાસ કચેરીમાં સાંસદ નારણ કાછડીયા,જિલ્લા ભાજપ પ્રમુખ પણ સાથે જોડાયા હતા અને પ્રમુખ ઉપપ્રમુખ ના ફોર્મ ભરી દાવેદારી નોંધાવી કારોબારી કારોબારી ચેરમેન તરીકે પુનાભાઈ ગજેરા,પક્ષ ના નેતા તરીકે હિંમતભાઇ દેત્રોજા,દંડક તરીકે કૈલાસબેન માંગરોલીયા, આવતી કાલે બેઠક માં બિનહરિફ જાહેર થશે. પાર્લમેરટરી બોર્ડ માં આ રીતે નામો નક્કી થયાનું જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા દ્વારા નામો જાહેર કર્યા છે આ તમામ હોદેદારો ના નામ આવતી કાલે બિનહરફિ નિશ્ચિત માનવામા આવી રહ્યા છે.

ભુપતભાઈ વાળાની ઉપપ્રમુખ પદ માટે પસંદગી ભુપતભાઇ વાળા ધારી જિલ્લા પંચાત બેઠક પર થી 3 ટર્મથી ભજપમાંથી ચૂંટાય આવે છે ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષ માંથી પણ ચૂંટાય આવ્યા હતા છેલ્લી 2 ટર્મ થી ભાજપ માંથી ચૂંટાય આવે છે. ધારી ગ્રામીણ વિસ્તાર માં ખુબ સારી લોકચાહના ધરાવે છે. કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી છે જિલ્લા પંચાયતની તાજેતર ની ચૂંટણીમાં સદસ્ય તરીકે ચૂંટાયા પરંતુ 4200 ની સૌથી વધુ લીડ થી ભુપત વાળા ચૂંટાય આવ્યા હતા. ધારી વિધાન સભા પેટા ચૂંટણીમાં પણ મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી હતી જેના કારણે ભાજપે ઉપપ્રમુખ ની જવાબદારી સોંપી છે.

રેખાબેન મોવલિયાની પ્રમુખ પદ માટે પસંદગી અમરેલી જિલ્લા માં પાટીદારો નું વર્ચસ્વ અને સ્ત્રી અનામત હોવાને કારણે મહિલા પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી છે. અમરેલી જિલ્લા ખોડલ ધામના પ્રમુખ વસંત મોવાલિયા ભાજપ અને પાટીદારો માં ખુબ સારુ પ્રભુત્વ ધરાવે છે. બિલ્ડર તરીકે ખુબ મોટું નામ છે અમરેલી ના દિગ્જ્જો સાથે ખુબ નજીક ના સબંધો ધરાવે છે જેના કારણે તેમના પરિવાર માંથી રેખાબેન ની પ્રમુખ તરીકે પસંદગી કરવા માં આવી છે

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0