fbpx
અમરેલી

લીલીયા તાલુકા પંચાયત ચિઠ્ઠીમાં કોંગ્રેસ કબ્જે કરી

સ્થાનિક સ્વરાજ ની લીલીયા તાલુકા પંચાયત ની ચુંટણી માં ભાજપ અને કોંગ્રેસ ને ૮-૮- સીટો આવેલ હતી પરંતુ તેમાં આજ રોજ લીલીયા તાલુકા પંચાયત મા પ્રમુખ તથા ઉપ-પ્રમુખ શ્રીની ચુંટણી યોજવામાં આવેલ હતી, જેમાં બંને પક્ષે સમાન સીટ અને મતદાન હોય, જેના કારણે સૈધાંતિકતા મુજબ ચિઠ્ઠી પ્રધ્ધતિ આધારિત નિર્ણય લેવામાં આવતા તેમાં ચિઠ્ઠી  ઉછાળતા પ્રમુખ અને ઉપ પ્રમુખ બન્ને કોંગ્રેસના ફાળે આવતા લીલીયા તાલુકા પંચાયત માં કોગ્રેસ નું શાસન આવેલ છે, જેમાં લીલીયા તાલુકા પંચાયત ના કોંગ્રેસ પક્ષ નાં પ્રમુખ તરીકે વિલાસબેન બહાદુરભાઈ બેરા તથા ઉપ-પ્રમુખ તરીકે ભુપતભાઈ ભગવાનભાઈ પટોળીયા ચુંટાઇ આવેલ હતા,                

હાલ  લોક જુવાળ, અને ભાજપની સરકાર હોઈ, અને સામ,દામ,દંડ નો ઉપયોગ કરવા છતાં લીલીયા તાલુકાના અને પોતના માદરે વતન ના ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત, તથા  સ્વશ્રી, કેહુરભાઈ ભેડા આ બન્ને ની લોકચાહના અને પોતાના મતવિસ્તાર નાં કરેલ કામગીરી ને કારણે આજે કોંગ્રેસ પક્ષ ના ઉમેદવારોએ કોંગ્રેસ ની વિચારધારા અપનાવીને લીલિયા માં કોંગ્રેસ ને અડીખમ રાખ્યું છે, અને લોકોએ મુકેલ વિશ્વાસ નાં કારણે કુદરતી ન્યાય પણ કોંગ્રેસ ને ફાળે જાય છે.ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત ના અથાગ મહેનત અને સ્વ.કેહુરભાઈ ભેડા ની અગાઉની કામગીરી ને કારણે આજે લીલીયા તાલુકા પંચાયત કોંગ્રેસ ની બોડી આવતા કોંગ્રેસ કાર્યકતાઓમાં જોમ અને જુસ્સાનો વધારો થયો છે, અને આનદ ની લાગણી ફેલાઈ છે.અને ધારાસભ્ય શ્રી દ્વારા તમામ કાર્યકર મિત્રો, આગેવાનો, અને લોકોને આહવાન કરેલ છે, ચુંટણી બુગાણા ફેકવાથી નહી પરંતુ પક્ષની વિચારધારા થી જીતાઈ છે. અને લોકોએ મુકેલ વિશ્વાસ ને આવકારીને લોકોના કાર્ય કરવા જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/