fbpx
અમરેલી

વિદ્યાસભા સ્કૂલના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરાની શુભેચ્છા મુલાકાત

ડો . જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કેમ્પસમાં કાર્યરત ૬ થી ૧૨ સ્કુલ તથા હોસ્ટેલ તેમજ એસ.એચ.ગજેરા એકેડમીની શુભેચ્છા મુલાકાતે તા – ૧–૦૩–૨૦૨૧ ના રોજ ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા આવેલ હતા . કોરોનાકાળ માંથી બહાર આવી ધમધમતા થયેલ કેમ્પસ તેમજ શાળા – કોલેજ તથા મેડીકલ કોલેજ , સીવીલ હોસ્પીટલ વગેરેની મુલાકાતથી તેમજ વિવિધ પ્રવૃતિથી ખુબજ પ્રભાવિત થયા હતા . સીવીલ હોસ્પીટલમાં સતત સેવા યજ્ઞ દ્રારા લોકોને મળતી મેડીકલ સુવિધાથી દર્દીઓને જે સંતોષ મળે છે તેનાથી તેઓએ પ્રસન્નતા વ્યકત કરી હતી . સતત પ્રગતિના પંથે આગળ વધતી વિદ્યાસભા સંસ્થાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા સાથે મંત્રીશ્રી ચતુરભાઈ ખુંટ તથા વ્યવસ્થાપકશ્રી હસમુખભાઈ પટેલ તેઓની સાથે રહી વિવિધ પ્રવૃતિઓથી તેઓને વાકેફ કર્યા હતા . તેમની મુલાકાતથી સંસ્થાની વિવિધ પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે છે .

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0