fbpx
અમરેલી

આજે વિશ્વ ચકલી દિવસ પર્યાવરણપ્રેમી , સેવા ટ્રસ્ટના પ્રમુખ ચંદુભાઈ સંઘાણીની ચકલીને ફરી આવકારવા જનજાગૃતિ માટે અપીલ


તા . ૨૦ આજે વિશ્વ ચકલીદિન પરંતુ ચકલીઓ કયાં ? ચકલીઓ પ્રદૂષણને કારણે નહીં પરંતુ માનવીય પરેશાનીને કારણે દિન પ્રતિદિન અલોપ થઈ જાય છે . જૂની પધ્ધતિના દેશી મકાનો નહીં રહેતા ચકલીઓના માળાઓ નામશેષ થઈ રહયા છે . પાકા મકાનમાં માળો બનાવે તો સાફસફાઈના નામે બહેનો રહેવા દેતી નથી આમ ચકલીઓ જનસમૂહથી દૂર થતી જાય છે . એક સમય હતો કે , બાળકોને વાર્તાઓમાં અને શાળાઓમાં અભ્યાસમાં ચકલી અંગેની વાર્તા અને ઉખાણાઓ ગાતા – ગવાતા પરંતુ આધુનિક જીવનશૈલીને કારણે પશુપક્ષી અને પર્યાવરણે માનવજાતિનો સાથ છોડી દીધો છે . અત્રે એ ઉલ્લેખનીય છે કે , સેવા ટ્રસ્ટના માધ્યમથી ચંદુભાઈ સંધાણી ચકલી ઉછેર માટે અનેક પ્રયાસો નિરંતર કરતા રહે છે . હાલમાં પણ તેમના નિવાસસ્થાન સહિત અનેક જગ્યાએ ચકલીઓ કૂદતી , નાચતી આવે છે અને ચકલીઓ માટે માળા , ચણ અને પાણીની સવલત પૂરી પાડવામાં આવે છે . આજ સાચા અર્થમાં ચકલીદિન ઉજવ્યો કહેવાય . બદલાતા પર્યાવરણમાં ચકલી બચાવવા અને તેના માધ્યમથી પર્યાવરણ જાળવવા વિશ્વ ચકલી દિન આપણને સંદેશો આપે છે કે , નાનામાં નાનું પક્ષી માનવજાત સાથે કેટલો ઘનિષ્ઠ સંબંધ જાળવવા ઈચ્છે છે પરંતુ આપણી આધુનિકતા તેને આપણી નજીક આવવા દેતી નથી . આજે આપણે ચકલીઓને ફરી ઘેર ઘેર સ્થાન અને માન આપીએ .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/