fbpx
અમરેલી

કાગધામ ખાતે પદ્મશ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગ (ભગતબાપુ)ની ૪૪મી પુણ્ય તિથી કાગચોથ નિમિત્તે વિવિધ ઉપક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું


કાગધામ (તા.રાજુલા)ખાતે કાગ ને ફળીયે કાગ ની વાતુ અને એવોર્ડ અર્પણ તેમજ રાત્રીના કાગ વંદના સહિતના  કાર્યક્રમો યોજાયા હતા. પૂજ્ય મોરારી બાપુની પ્રેરણાથી   અહી પ્રતિવર્ષની જેમ કાગ એવોર્ડ થી મહાનુભાવોને સન્માનિત કરાયા હતા.

કાગધામ ખાતે પ્રતિ વર્ષ ઉજવાતી કાગ ચોથ  ભગતબાપુની 44 મી પુણ્યતિથિ વેળાએ પુજ્ય મોરારીબાપુ ના સાનિધ્ય માં વિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. બપોર ની ઢળતી સાંજે કાગના ફળિયે કાગ ની વાતું માં પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ એ કાગબાપુ એ લખેલા પુસ્તકો અને કાવ્યો સાહિત્ય લોકો સમક્ષ રજૂ કરી સૌને એક કલાક સુધી મંત્ર મુગ્ધ કરી દીધા હતા કાગબાપુ ના અનેક પ્રસંગો તેમણે  રજૂ કર્યા હતા.  ત્યારબાદ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ પ્રસ્તુત કરેલા વક્તવ્ય માં જણાવ્યું હતું કે કાગ બાપુ થાનમાં દર ગણેશ મહોત્સવમાં આવતા હતા. કાગ બાપુ વિશે બાળપણથી  જીવન ચરિત્ર અને કરેલા કાર્યો ની માહિતી સૌ સમક્ષ રજૂ કરી  હાસ્ય સભરવાતો પણ રજૂ કરી હતી. ૧૬ વર્ષની ઉંમરથી કાગ બાપુ એ કાગવાણી લખવાનું શરૂ કર્યું હતું અને કવિ કાગે લખેલા પુસ્તકો ક્યાં પાના નંબર ઉપર કયો લેખ છે તે પણ દ્રષ્ટાંત આપીને શાહબુદ્દીન રાઠોડે  કવિ કાગ વિશેના જીવન અંગે તેમજ પુસ્તકો અને કરેલા કામ અંગેની રસપ્રદ વાત મૂકી હતી. અને રવિશંકર મહારાજને પણ  મજાદરમાં લાવ્યા હતા.  આ સમગ્ર ઉપક્રમ નું સંચાલન બળવંતભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું .ત્યારે બાદ આ પ્રસંગે પૂજ્ય મોરારીબાપુએ  પોતાનો રાજીપો વ્યક્ત કરતા કહીયું કે “આ ફળીયા ને હું મારું ફળિયું માનું છું . “

રાત્રિના પૂજ્ય મોરારિબાપુના હસ્તે ૬ સાહિત્ય ના ઉપાસકો ને  કવિ કાગએવોર્ડ અર્પણ  કરવામાં આવ્યા. પ્રથમ એવોર્ડ પૂજ્ય મોરારિબાપુના હસ્તે સ્વર્ગસ્થ ગીગાભાઈ બારોટ , સ્વર્ગસ્થ મનુભાઈ ગઢવી (મુંબઈ) ,શ્રી યોગેશભાઈ ગઢવી , શ્રી બળવંતભાઈ જાની,  શ્રીમતી કાશીબેન ગોહિલ (ભાવનગર )તથા રાજસ્થાનની સાહિત્ય પ્રદાન નારસિંહ જસોલ ને પૂજ્ય મોરારીબાપુએ એ બહુમાન કરીને એવોર્ડ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે .  પદ્મશ્રી કવિ કાગબાપુ ટ્રસ્ટ શ્રી  બાબુભાઈ કાગ તથા કાગ પરિવાર દ્વારા સહુ મહેમાન નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
 રાત્રીના કાગ વંદના કાર્યક્રમ માં જાણીતા લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવી, શ્રી કિર્તીદાન ગઢવી ,શ્રી માયાભાઈ આહીર, હરેશ દાન સુરુ તથા અનુભા ગઢવી , હરેશદાનભાઇ સુરું, કિશોરદાન ગઢવી, જીતુભાઇ કવિ દાદ ,ધીરુભાઈ સરવૈયા, ભરતદાન ગઢવી ,સાગરદાન ગઢવી વગેરે કાગવાણી રજૂ કરી   કાગ વંદના ની જમાવટ કરી હતી .

આ પ્રસંગે   વસંતભાઈ ગઢવી , મહુવા પ્રાંત અધિકારી ,  ડી.ડી.ઓ. બોટાદ , ૧૦૦૮ મહા માડલેશ્વર રમજુબાપુ , અંબાદન રોહડિયા ,પુષ્પદાનભાઈ ગઢવી (પૂર્વ સાંસદ) , ૧૦૦૮ મહા માડલેશ્વર વસંતબાપુ ,કથાકાર શરદભાઈ વ્યાસ વગેરે કાગ પરિવાર ના આમંત્રણ ને માન આપી સહુ કાગપ્રેમી ઉપસ્થિત રહ્યા હત

Follow Me:

Related Posts