fbpx
અમરેલી

૪૦ વર્ષથી ધંધો કરતાં ગરીબ કેબીન ધારકોની દુકાનોને કાયદેસર કરી આપવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરતાં ડો. ભરત કાનાબાર

જેશીંગપરાના કેબીનધારકો પર લેન્ડ ગ્રેબીંગ એકટ એટલે ”ચિભડાના ચોરને ફાંસીની સજા”

ર૪ કલાક ધમધમતા શિવાજી ચોકમાં ૧ વર્ષ સુધી દુકાનોનું બાંધકામ થતું રહયું અને તંત્ર ઉંઘતું રહયું અને હવે જેશીંગપરાની શોભા વધે તેવી દુકાનો બની એટલે એજ તંત્ર દ્ધારા ગરીબ કેબીનધારકો પર જુલમ
જેમણે જમીન ફાળવવા માટે ગુજરાત સરકારના શહેરી વિકાસ ખાતાને પોઝીટીવ અભિપ્રાય સાથે ભલામણ કરી હતી તેજ વહીવટીતંત્રે લેન્ડ ગ્રેબીંગ એકટ લગાડયો

મુળ કેબીનધારકો પૈકી ૯ લોકોએ કેબીનો કાયદેસર કરવા હાઈકોર્ટમાં દાવો દાખલ કરેલ જેનો ફાઈનલ ચુકાદો ર૦૧૬માં આવેલ જેમાં હાઈકોર્ટે કેબીનધારકો માટે ન.પાલિકાને સહાનુભૂતિપૂર્વક વિચારવાનો હુકમ કરેલ.
.નઅહી દ્ધારા દુકાનોના બાંધકામમાં અડચણરૂપ વીજપોલ દુર કરવામાં આવ્યાં. પોલીસ તંત્રે તેના હહતઅ કેમેરાનું સ્થળ બદલી સહકાર આપ્યો અને જંગલખાતાએ નડતાં વૃક્ષો કાપવાની કાયદેસર મંજુરી આપી. સરકારની બધી જ શાખાઓએ બાંધકામમાં મદદ કરી અને હવે આવું દમન શા માટે ?

    

બે દિવસ અગાઉ અમરેલી જીલ્લાના વહીવટીતંત્રે, જેશીંગપરાના શિવાજી ચોકમાં છેલ્લા ૪૦ વર્ષોથી નાનો–મોટો ધંધો કરી પેટીયું રળતાં મૂળ કેબીનધારકો પર પાકી દુકાન બાંધવાના મુદૃે લેન્ડ ગ્રેબીંગ એકટ લગાડી ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી સમક્ષ ઉગ્ર રજુઆત કરી, આ દુકાનોને શહેરી વિકાસ દ્ધારા પશ્રાદ મંજુરી આપી કાયદેસર કરી દેવા અપીલ કરી હતી. ડો. કાનાબારે મુખ્યમંત્રીશ્રીને આ મુદૃા અંગે ખુલાસા સાથે વિગતો આપી પત્રમાં જણાવ્યું છે કે કેબીનધારકો લગભગ છેલ્લા ૪૦ વર્ષથી રસ્તાની સાઈડમાં કેબીનોમાં નાનો મોટો ધંધો કરી ગુજરાન ચલાવે છે. ૧૯૯૧માં આ કેબીનધારકોએ તેમની કેબીનોને રેગ્યુલરાઈઝ કરવા ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન (નં. પપ૮૪/૯૧) કરી હતી. રપ વર્ષ બાદ, તા.૩/૭/ર૦૧પના રોજ તેનો ફાઈનલ ચુકાદો આવ્યો જેમાં હાઈકોર્ટે આ કેબીનધારકો પરત્વે સહાનુભૂતિ રાખી તેમના માટે નગરપાલિકાને યોગ્ય વિચારણા કરવા હુકમ કરેલ.

આ ચુકાદા બાદ નગરપાલિકાએ તા. રર/ર/ર૦૧૬ના રોજ આ કેબીનધારકોને નિયત માપ–સાઈઝની જમીન ફાળવવાનો ઠરાવ કરેલ. ત્યારબાદ, તા. ૧ર/૪/ર૦૧૬ના રોજ ન.પાલિકાએ, કેબીનોની જગ્યાએ પાકી દુકાન બાંધવા સરકારી જમીનની માંગણી સાથેની દરખાસ્ત (પત્ર નં. – જે.પરા/કેબીન/૩૪/ર૦૧૬–૧૭) જીલ્લા કલેકટરશ્રીને કરેલ. જીલ્લા કલેકટરશ્રી દ્ધારા આ દરખાસ્ત બાબતમાં માર્ગ–મકાન વિભાગ (રાજય), સીટી સર્વે, પોલીસ વિભાગ, મામલતદારશ્રી તથા પ્રાંત ઓફિસનો અભિપ્રાય લેવામાં આવેલ. આ બધા ડીપાર્ટમેન્ટ દ્ધારા હકારાત્મક અભિપ્રાય આવતાં પ મીટર × ૬૦ મીટરના જમીનના પટૃાની (કુલ–૩૦૦ ચો.મી.) કિમંત રૂા. ૧૦,૧ર૦/– પ્રતિ ચોરસ મીટર નકકી કરવામાં આવી. બધાંજ વિભાગોના પોઝીટીવ અભિપ્રાયોના આધારે જીલ્લા કલેકટરશ્રીએ પોતે પણ પોતાના પોઝીટીવ અભિપ્રાય સાથે આ અંગેની દરખાસ્ત સરકારશ્રીના મહેસુલ વિભાગમાં પત્ર નં. જાન/વિ/જમન/૧/વશી/૧૦૩પ૯/૧૯ થી તા. ર૩/૮/ર૦૧૯ના રોજ સબમીટ કરેલ. આમ કેબીનધારકોને પાકી દુકાન આપવા માટે સરકારના તમામ વિભાગો અને જીલ્લા કલેકટરશ્રીનો અભિપ્રાય પોઝીટીવ હતો. ત્યારબાદ નગરપાલિકાએ તા. ર૭/૧/ર૦ર૦ના રોજ પાકી દુકાનોના બાંધકામ માટે સ્વૈચ્છાએ પોતાની કેબીનો હટાવી લેવા કેબીનધારકોને સૂચના આપી. ન.પાલિકાએ ત્યારબાદ, તા. ર૪/ર/ર૦ર૦ના રોજ ઠરાવ કર્યો, જેની વિગત પ્રમાણે દરેક કેબીનધારકને ર.૩૬ મીટર × ૩.૯૬ મીટર ્ર ૯.૩પ ચો.મી. જમીન ફાળવવાનું નકકી કર્યુ. એટલું જ નહીં પણ દરેક કેબીન ધારકે ન.પાલિકામાંથી મેળવેલ માપ–નકશા અને ડીઝાઈન પ્રમાણે પોતાના ખર્ચે બાંધકામ કરવાનું નકકી કરવામાં આવ્યું.

ન.પાલિકાના ઠરાવ અને સુચના મુજબ આ બધા કેબીનધારકો દ્ધારા સંયુકત રીતે, એક સરખા માપ–સાઈઝ અને ડીઝાઈનનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું. આ બાંધકામમાં અડચણરૂપ વીજ થાંભલાઓને .નઅહી દ્ધારા હટાવવામાં આવ્યાં. શિવાજી ચોકમાં લગાડાયેલ હહતઅ કેમેરાનું સ્થળ પણ પોલીસ તંત્રે સહકાર આપી ફેરવી દીધું. દુકાનોમાં અડચણરૂપ વૃક્ષોને કાપવાની મંજુરી પણ વનખાતાએ આપીને સહકાર આપ્યો. આમ, સરકારશ્રીના બધાંજ વિભાગોનો અભિપ્રાય જ હકારાત્મક હતો એટલુંજ નહિં પણ દુકાનોના બાંધકામમાં આવતાં અડચણરૂપ સ્ટ્રકર હટાવવામાં પણ આ સરકારી તંત્રો સાથે રહયા. જેશીંગપરાનો શિવાજી ચોક ટ્રાફીક અને લોકોની અવર જવરથી ર૪ કલાક ધમધમતો ચોક છે. લોકડાઉનના કારણે વચ્ચેના સમયમાં ૩ મહિના બાંધકામ બંધ રહેતાં, દુકાનો બંધાતા ૧ વર્ષથી પણ વધારે સમય લાગ્યો છતાં, તંત્રે કોઈપણ જાતની દખલગીરી કરી નહિં. ૧ વર્ષ કરતાં પણ વધુ સમય બાંધકામમાં ગયા પછી આ બધી દુકાનો શરૂ થઈ ગઈ તેને પણ ૪–પ મહિના નીકળી ગયા છે. એક દુકાનમાં ભાજપની સ્થાનિક ઓફિસ શરૂ કરવામાં આવી છે જેનું ઉદ્ઘાટન પણ કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઈરાની દ્ધારા કરવામાં આવેલ. અને ત્યારબાદ તંત્ર એકાએક હરકતમાં આવી ગયું. જે કેબીનધારકો ન્યાય માટે હાઈકોર્ટમાં રપ વર્ષ લડયા, જેમને દુકાનો માટે જમીન મળવી જોઈએ તેવું અમરેલી નગરપાલિકાએ જનરલ બોડીમાં ઠરાવ કરી નકકી કર્યુ અને જેને માટે સરકારશ્રીના તમામ સંલગ્ન ડીપાર્ટમેન્ટ અને જીલ્લા કલેકટરશ્રીના પોઝીટીવ અભિપ્રાય સાથે સરકારમાં દરખાસ્ત કરાયેલ તે કેબીનધારકો પર ”લેન્ડ ગ્રેબીંગ એકટ” લાગુ પાડવામાં આવ્યો છે.

આ ઘોર અને હળાહળ અન્યાય છે. ૪૦ વર્ષથી કાચી–પાકી કેબીનો સાથે ધંધો કરતાં હતા તે ”લેન્ડ ગ્રેબીંગ” નહિં અને ચહહ સ્ટ્રકચર ઉભું કર્યુ એટલે લેન્ડ ગ્રેબીંગ ૧ આ કયાંનો ન્યાય ૧૧ એક બાજુ સરકાર ગરીબોને આવાસ માટે મફત પ્લોટ ફાળવે છે ત્યારે ચાલીસ–ચાલીસ વર્ષોથી કેબીનોમાં ધંધો કરી પેટીયું રળતાં ગરીબ કેબીન ધારકો માથે લેન્ડ ગ્રેબીંગ કાયદો લાગું પાડવામાં, ”ચીભડાના ચોરને ફાંસીની સજા” જેવો ઘાટ થયો છે. પત્રના અંતમાં ડો. કાનાબારે મહેસુલ ખાતા દ્ધારા આ જમીન ન.પાલિકાને ફાળવવા અને ત્યારબાદ ન.પાલિકા દ્ધારા આ દુકાનધારકોને ફાળવી તેમને થતાં ઘોર અન્યાયને રોકવા, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને નમ્ર વિનંતી કરી છે.

Follow Me:

Related Posts