fbpx
અમરેલી

વિધાસભા હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજી પરીક્ષામાં સફળતાની શુભકામના પાઠવતા સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા

ડો . જીવરાજ મહેતા સસ્થાપિત અમરેલી જિલ્લા વિધાસભા સંચાલિત માધ્યમિક અને ઉ . માધ્યમિક શાળા – અમરેલીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને ઉત્સાહ વધારવા માટે સંસ્થાના પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરા વિદ્યાસભા કેમ્પસમાં પધાર્યા હતા . સતત પ્રવૃતિશીલ અને ઉત્સાહિત પ્રમુખશ્રીની મુલાકાતથી વિધાર્થીઓમાં ઉત્સાહનું વાતાવરણ ઉભુ થયુ હતું . કોરોનાના લાંબા સમય બાદ ધમધમતા થયેલ કેમ્પસમાં પ્રમુખશ્રીએ એક કલાક જેટલો સમય આપી વિધાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો . વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ મહેનત કરી શાળા તથા પરિવારનું નામ રોશન કરી રાષ્ટ્ર માટે કામ કરવા આહવાન કર્યુ હતું . જીવનમાં પડકારોનો હિંમતથી , દ્રઢતાથી સામનો કરી , સખત મહેનતથી સફળતા હાંસલ કરવાની શીખ આપી હતી . સંકલ્પ આકાશ જેટલો ઉનત રાખી સફળતા તરફ આગળ વધવા અવિરત પ્રયત્ન કરવાની જરૂર છે . તે માટે વિદ્યાર્થી જીવનમાં સમયનો સદ્દુપયોગ કરીને મંજીલ સુધી પહોંચવા અથાક પરિશ્રમ જરૂરી છે . સંસ્થાના કેમ્પસ ડાયરેકટરશ્રી હસમુખભાઈ પટેલ તથા મંત્રીશ્રી ચતુરભાઈ ખુંટ ઉપસ્થિત રહયા હતા ,

Follow Me:

Related Posts