fbpx
અમરેલી

શહીદ ભગતસિંહની ૯૧ મી પૂણ્યતિથીએ વિધાસભા સ્કુલ દ્વારા શ્રધ્ધાંજલી

ડો . જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિધાસભા સંચાલિત માધ્યમિક અને ઉ . માધ્યમિક સ્કૂલના સંયુકત ઉપક્રમે શહીદ આઝાદ ભગતસિંહ , રાજગુરૂ અને સુખદેવની પ્રતિમાને સુતરની આટી તથા ફુલહાર અર્પણ કરી ભાવથી શ્રધ્ધાંજલી અર્પી હતી . વિદ્યાસભા સ્કૂલના સ્ટાફગણ તથા કેમ્પસ ડાયરેકટરશ્રી હસમુખ પટેલે કોલેજ સંકુલમાં આવેલ ભગતસિંહ , સુખદેવ અને રાજગુરૂની પ્રતિમાની સાફ – સફાઈ કરી સુતરની આટી અને ફુલહારથી તેમની શહીદીને યાદ કરવામાં આવી હતી . દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતી આપી હસતે મુખે ફાસીને માચડે ચડી જનાર અમર શહીદોને આજે રાષ્ટ્ર હૃદયપૂર્વક યાદ કરી શ્રધ્ધાજલી આપે છે . વિદ્યાસભા સ્કૂલ દેશના મહાન સપૂતોને યાદ કરી વિદ્યાર્થીઓમાં દેશભાવના જાગૃત થાય તે માટે સતત પ્રયત્નશીલ છે . વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણે ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0