fbpx
અમરેલી

અમરેલીના પીપાવાવ પોટૅ થી હજીરા–સુરત સુધી રો–રો ફેરીના સંચાલન માટે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને રજૂઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા


અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ પોટૅ થી હજીરા–સુરત સુધી રો–રો ફેરીના સંચાલન માટે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ માન. કેન્દ્રીય પોત પરિવહન અને જળમાગૅ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજીને અસરકારક રજૂઆત કરેલ છે.

સાંસદશ્રી દ્વારા કરવામાં આવેલ રજૂઆત મુજબ, અમરેલી સંસદીય ક્ષેત્ર અંતગૅત રાજુલા તાલુકાના પીપાવાવ પોટૅ ખાતે જહાજોના સંચાલન માટે આવશ્યક મૂળભુત ઈન્ફ્રાસ્ટ્રકચરની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. વતૅમાનમાં ઘોઘા (ભાવનગર) થી હજીરા (સુરત) સુધી રો–રો ફેરીનું સુપેરે સંચાલન થઈ રહયુ છે. આવી જ રીતે જો અમરેલીના પીપાવાવ પોટૅ થી હજીરા (સુરત) સુધી રો–રો ફેરી ચાલુ કરવામાં આવે તો અમરેલી સંસદીય ક્ષેત્રના લોકોની સાથે સાથે ભાવનગર જીલ્લાના ત્રણ તાલુકાઓ, જૂનાગઢ જીલ્લાના ત્રણ તાલુકાઓ અને સમગ્ર ગીર સોમનાથ જીલ્લાના યાત્રીઓને ખુબ જ સુવિધા ઉપલબ્ધ થશે.

વતૅમાનમાં અમરેલી થી સુરત જવા માટે અંદાજિત ૯ થી ૧૦ કલાકનો સમય લાગી રહયો છે. જો આ રૂટમાં રો–રો ફેરીનું સંચાલન થાય તો ફકત ૪ કલાકમાં જ યાત્રીઓ અમરેલી થી સુરત પહોંચી જશે અને જેનાથી યાત્રીઓની સમયશકિત બચશે અને વિભાગમાં રાજસ્વનો વધારો પણ થશે.

ઉપરાંત રાજુલા તાલુકાના શિયાળબેટ ખાતે આવેલ જેટી યાતાયાતનું એક માત્ર સાધન છે. તો શિયાળબેટ ખાતે આવેલ જેટીનું ત્વરિત રીનોવેશન કરવુ ખુબ જ જરૂરી છે. અત: પીપાવાવ પોટૅ થી હજીરા (સુરત) સુધી રો–રો ફેરીના સંચાલનને જરૂરી મંજુરી પ્રદાન કરવા અને શિયાળબેટ ખાતે આવેલ જેટીના રીનોવેશન માટે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજીને અસરકારક રજૂઆત કરેલ હોવાનું સાંસદ કાયૉલયની અખબારી યાદીમાં જણાવેલ છે

Follow Me:

Related Posts