fbpx
અમરેલી

અમરેલી જીલ્લા અને જીલ્લાને સંલગ્ન ત્રણ બ્રોડગેજ પ્રોજેકટસ બાબતે નિયમ–૩૭૭ અંતગૅત લોકસભા ગ’હમાં પ્રશ્ન ઉઠાવતા અમરેલીના સાંસદ

અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્વારા અમરેલી સંસદીય વિસ્તારના વિવિધ પડતર પ્રશ્નો અંગે લોકસભા ગ’હમાં સતત વાચા આપવામાં આવતી હોય છે ત્યારે અમરેલી જીલ્લા માંથી પસાર થતી અને જીલ્લાને સંલગ્ન કુલ ત્રણ મીટરગેજ લાઈનોને બ્રોડગેજમાં રૂપાંતરીત કરવાના પ્રોજેકટસ બાબતે પણ નિયમ–૩૭૭ અંતગૅત સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ લોકસભા ગ’હ માં પ્રશ્ન ઉઠાવેલ હતો.

સાંસદશ્રીએ લોકસભા ગ’હમાં કરેલ રજૂઆત મુજબ અમરેલી સંસદીય ક્ષેત્રમાં પશ્ચિમ રેલ્વે–ભાવનગર ડીવીઝન અંતગૅત અમરેલીના ત્રણ મહત્વપૂણૅ રેલ્વે પરીયોજનાઓ કે જેમને ૧પ મી લોકસભામાં સતત પ્રશ્નોતરી અને પત્ર વ્યવહાર દ્વારા રેલ્વે મંત્રાલયને અવગત કરાવતો આવ્યો છું કે, (૧) ખીજડીયા–અમરેલી–વિસાવદર પ્રોજેકટ (૯૧.ર૭ કી.મી. રૂા. પ૪૭ કરોડ), (ર) વેરાવળ–તાલાળા–વિસાવદર (૭૧.૯પ કી.મી. રૂા. ૪૬૦ કરોડ) અને (૩) વિસાવદર–જૂનાગઢ (૪ર.ર૮ કી.મી. રૂા. રપ૩ કરોડ) આ ત્રણેય પરીયોજનાઓની કામગીરી આર.વી.એન.એલ.ના માધ્યમથી ચાલી રહી છે અને વતૅમાનમાં આ ત્રણેય પ્રોજેકટસ વાઈલ્ડ લાઈફ કલીયરન્સ માટે ચીફ વાઈલ્ડ લાઈફ વોડૅન–ગુજરાત પાસે પેન્ડીંગ છે.

અમરેલી સંસદીય ક્ષેત્રના લોકોને આ ત્રણેય પ્રોજેકટસનો સત્વરે લાભ મળી શકે, અમરેલી જીલ્લાનો વિકાસ થઈ શકે અને રેલ્વે મંત્રાલયના રાજસ્વમાં વધારો થાય તે માટે આ ત્રણેય પ્રોજેકટસમાં વ્યકિતગત રૂચિ લઈ સબંધિત વિભાગના અધિકારીશ્રીને વાઈલ્ડ લાઈફ કલીયરન્સ માટે આવશ્યક કાયૅવાહી હેતુ જરૂરી દિશા નિદેૅશ આપવા સાંસદશ્રીએ મંત્રીશ્રીને રજૂઆત કરેલ છે.

Follow Me:

Related Posts