fbpx
અમરેલી

પેટ્રોલ અને ડીઝલના ભાવો કેન્દ્ર સરકારને એકસાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવા અને રાજય સરકારને વેટના દરોમાં ઘટાડો કરવા અને પેટ્રોલ અને ડીઝલનો GST ના માળખામાં સમાવેશ કરવાની માંગ : ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે

પુર્વ સાંસદ અને ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું છે કે , ગઈકાલે સંસદમાં વિત્ત ( નાણા મંત્રી શ્રીમતિ નિર્મલાજીએ વિત્ત ( નાણા ) વિધેયક પરની ચર્ચાના જવાબમાં પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર ઉપરાંત રાજય સરકારો પણ ટેક્ષની વસુલાત કરે છે તેથી પેટ્રોલ અને ડીઝલના સતત વધતાં જતાં ભાવોથી ત્રાહિમામ પેટ્રોલ અને ડીઝલના ઉપભોકતાઓ ( ગ્રાહકો ) ને રાહત આપવા રાજય સરકારોએ ટેક્ષ ઘટાડવો જોઇએ તેવી સુફીયાણી સલાહ આપી છે અને એ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલનો GST ના માળખામાં સમાવેશ કરવા રાજય સરકારો GST કાઉન્સિલની મીટિંગમાં આ મુદ્દો ઉઠાવે તો કેન્દ્ર સરકાર ચર્ચા કરવા તૈયાર છે તેમ જણાવ્યું છે . ત્યારે હું રાજયનાં ગુજરાતના ) નાયબ મુખ્યમંત્રી ( નાણા ) શ્રી નીતિનભાઇ પટેલને રાજયની જનતા વતી રાજયના ને દેશના પેટ્રોલ અને ડીઝલના ઉપભોંકતાઓ ( ગ્રાહકો ) ના હિતમાં હવે પછી જયારે પણ GST કાઉન્સિલની મીટિંગ મળે તેમાં આ મુદ્દો ઉઠાવવા અનુરોધ કરું છું અને સાથોસાથ કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતિ નિર્મલાજીએ પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર ઉપરાંત રાજય સરકારો પણ ટેક્ષની વસુલાત કરતી હોવાથી પેટ્રોલ અને ડીઝલના સતત વધતા જતાં ભાવોથી ત્રાહિમામ પેટ્રોલ અને ડીઝલના ઉપભોકતાઓ ( ગ્રાહકોને રાહત આપવા રાજય સરકારોને ટેક્ષ ઘટાડવાની સલાહ આપે છે અને દેશની જનતાને ગુમરાહ કરે છે પરંતુ હું તેમને એ જણાવવાં માંગું છું કે રાજય સરકારો પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડે તે પહેલા તમે ( કેન્દ્ર સરકારે ) ૨0૧૪-૧૫ થી અત્યાર સુધી ક્રુડ ઓઇલના ભાવોમાં ઐતિહાસિક ઘટાડાનો લાભ દેશની જનતાને આપ્યો નથી અને ઉલ્ટાનું પેટ્રોલ અને ડીઝલ પરની એકસાઇઝ ડ્યુટીમાં દસેક જેટલી વખત વધારો કર્યો અને ભાવો ઘટાડ્યા નથી તે હકીકતને છુપાવ્યા વગર તમે એકસાઇઝ ડ્યુટીમાં જે વધારો કર્યો છે તેમાં ઘટાડો કરો તો પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો કરી શકાય તેમ છે અને લોકોને પેટ્રોલ અને ડીઝલના વધતાં જતાં ભાવોથી રાહત આપી શકાય તેમ છે . પુર્વ સાંસદ અને ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે અંતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો કેન્દ્ર સરકારને એકસાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવા અને રાજય સરકારને વેટના દરોમાં ઘટાડો કરવા અને પેટ્રોલ અને ડીઝલનો GST ના માળખામાં સમાવેશ કરવા રાજયના નાયબ મુખ્યમંત્રી ( નાણા ) શ્રી નીતિનભાઇ પટેલને GST કાઉન્સિલની બેઠકમાં રાજયના અને દેશના પેટ્રોલ અને ડીઝલના ઉપભોકતાઓ ( ગ્રાહકો ) ના હિતમાં અસરકારક રજુઆત કરવા અનુરોધ કર્યો છે .

Follow Me:

Related Posts