fbpx
અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં ભાજપ ટીમ દ્વારા રસીકરણ સહાયતા કેન્દ્રો શરૂ કરાયા.

રસીકરણ અભિયાન અંતર્ગત જીલ્લા ભાજપ દ્વારા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ ની નિમણુક કરાઈ. પાણી, બેઠક વ્યવસ્થાથી લઈને લાભાર્થીઓને રસીકરણ કેન્દ્ર સુધી પહોંચાડવા માટે ભાજપ દ્વારા મદદ કરવામાં આવે છે

સેવા હી સંગઠનના મંત્ર સાથે કામ કરતી ભારતીય જનતા પાર્ટી લોકોની વધુમાં વધુ સેવા કઈ રીતે થઈ શકે એ લક્ષ્ય સાથે કામ કરે છે. દુનિયા આખી કોરોના સામે ઝઝુમી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દુનિયાનું સૌથી ઝડપી રસીકરણ અભિયાન ભારતમાં સાર્થક કરી બતાવ્યું. આજે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.
અમરેલી જિલ્લામાં પણ રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં ભાજપના વિવિધ મંડલ અને ભાજપ ટીમ દ્વારા રસીકરણ અભિયાન સહાયતા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા
ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સેવા હી સંગઠનના મંત્ર સાથે કામ કરે છે. હાલના સમયમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ભાજપ ટીમ અને કાર્યકર્તાઓ દ્વારા સહાયતા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે જેના લીધે રસીકરણ અભિયાનને ગતિ મળી રહીં છે. લાભાર્થીને કોઈ પ્રકારની અગવડતા ન પડે, રસીકરણ કેન્દ્ર પર બેઠક વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, ડોક્યુમેન્ટ માટેની મદદ, વાહન માટે સુવિધા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બને તે હેતુ સાથે સહાયતા કેન્દ્રો ભાજપ ટીમ અમરેલી દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0