fbpx
અમરેલી

જેસીંગપરાની દુકાનોને રેગ્‍યુલાઈઝ કરો : શરદ લાખાણી

અમરેલીનાં જેસીંગપરામાં સરકારી પડતર જમીનમાં ઉભી કરવામાં આવેલ દુકાનોને નિયમાનુસાર રેગ્‍યુલાઈઝ કરવી જોઈએ તેવી માંગ જિલ્‍લા ભાજપ અને જિલ્‍લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ શરદ લાખાણીએ માંગ કરેલ છે.

તેઓએ એક નિવેદનમાં જણાવેલ છે કે, જેસીંગપરામાં ઠેબી-વડી નદી ઉપર ઊંચો પુલ બનાવવામાં આવેલ છે અને પુલ ઉપર આવન-જાવન કરતાં વાહનો માટે શિવાજીચોકની કેબિનોનડતરરૂપ હતી તે દૂર કરીને માર્ગથી ર0 ફૂટ દૂર સરકારી પડતર જમીન ઉપર દુકાનો બનાવવામાં નિયમોનું ઉલ્‍લંઘન ભલે થયું હોય પરંતુ સરકારી પડતર જમીન મંદી, બેરોજગારીનાં માહોલમાં રર પરિવારોનાં ગુજરાન માટે ઉપયોગી સાબિત થતી હોય. તો રાજય સરકારે માનવતા દાખવીને નિયમાનુસાર તમામ દુકાનોને રેગ્‍યુલાઈઝ કરીને લેન્‍ડ ગ્રેબિંગ જેવા કડક કાયદાની અમલવારી મોકુફ રાખીને ન્‍યાય કરવો જોઈએ.

વધુમાં જણાવેલ છે કે, વર્ષો જુની કેબિનો દૂર થતાં માર્ગ પણ    પહોળો બની ગયો છે. વાહન વ્‍યવહાર પણ સરળતાથી થઈ રહૃાો છે. ગંદકી પણ દૂર થઈ છે અને શહેરનો પ્રવેશદ્વાર સમો આ શિવાજી ચોકની રોનક ફરી ગઈ હોય મહેસુલ અને મુખ્‍યમંત્રીએ નિયમાનુસાર કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ અંતમાં કરેલ છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0