મોદી સરકાર દ્રારા લાવેલ ત્રણ કૃષિના કાળા કાયદાઓની હોળી કરવાનું આહવાન કરતા : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ

તાજેતરમાં જ મોદી સરકાર દ્રારા કૃષિને લગતા ત્રણ વિધેયક લોકસભા તથા રાજયસભામાં બહુમતીના જોરે પસાર કરવામાં આવ્યા,આ ત્રણ વિધેયક ખેડુતોની વિરોધમાં છે સમગ્ર ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે ત્યારે કૃષિ તથા ખેડુતોને મહત્વ આપવા ના બદલે તેના વિરોધમાં અધ્યાદેશ પસાર કરીને ભાજપ સરકારે ખેડુત વિરોધી અસલી ચહેરો દેશના ખેડુતોની સામે આવી રહયો છે આ વિધેયક દ્રારા ખેડુતોને ફરી પાછા ગણોતીયા બનાવવા માટેની હિલચાલ આ ભાજપ સરકાર દ્રારા કરવામાં આવી રહી છે, અને તેના માનીતા ઉદ્યોગપતિઓને આ વિધેયક દ્રારા લાભ થવાનો છે, ખેતીમાં કંપનીઓને લાવવાથી ખેડુતોની જમીન સલામત રહેવાની નથી તથા પુરતાં ભાવો પણ મળવાના નથી. બ.ોહ નાબુદ કરીને ખેડુતોને કોઈ જ ફાયદો થવાનો નથી, બિહારમાં ઘણાં સમય થી બ.ોહ નાબુદ કરવામાં આવેલ છે, તો ત્યાંના ખેડુતોને કોઈ જ ફાયદો થયો નથી, પરંતુ ત્યાંના ખેડુતો દેવાના બોજ તળે ડુબી રહયા છે, આ અધ્યાદેશ દ્રારા ખાનગી કંપનીઓને છુટો દોર આપીને ખેડુતોને પાયમાલ કરવાનું કામ આ ભાજપ સરકાર કરી રહી છે આ અધ્યાદેશ દ્રારા સંગ્રહાખોરીને છુટો દોર મળી જશે, પરીણામે ખેડુતોને પુરતા ભાવ નહી મળે અને સંગ્રહાખોરોને બેફામ ભાવ મળશે. ભાજપ સરકાર વાયદાઓનો વેપાર કરતાં કરતાં ખેતીનો વેપાર શરૂ કર્યો છે, તો આવી ખેડુત વિરોધી મોદી સરકારે લાવેલા ત્રણ કૃષિ ના કાળા કાયદાઓની હોળી કરવાનું આહવાન અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી કર્યુ છે
Recent Comments