fbpx
અમરેલી

અમરેલીનાં કાઠમાં ગામનાં ખેડૂતને બીકબતાવી બળજબરીથી રૂપિયા પડાવી લેનાર ટોળી ઝડપાઈ

અમરેલી તાલુકાના કાઠમા ગામે રહેતા જાદવભાઈ સામતભાઈ સોલંકી નામના ખેડૂત ગત તા. 1પ/રનાં રોજ ખેડૂત પોતાની ભાગવી રાખેલ વાડીએ હતો તે દરમ્‍યાન બપોરના આશરે અઢી વાગ્‍યાની આસપાસ આ કામેના આરોપીઓ આવેલ અને ખેડૂતને પાણી તથા ચા પીવાના બહાને વાતો કરેલ તેમજ ખેડૂત પાસેથી ચા-પાણીના બસો રૂપિયા મેળવેલ તેમજ આ કામેના આરોપીઓએ અમો જુનાગઢના બાવા છીએ તેમ કહી ખેડૂત પર મોટું વિઘ્‍ન ટાળવા તેની વિધી કરવી પડશે નહીતર અનર્થ થશે તેવું કહી ખેડૂતને બીક બતાવી માતાજીનું ધુપ કરવા પ્રેરી ફરિયાદનો મોબાઈલ નંબર મેળવેલ તેમજ આરોપીઓએ પોતાનો મોબાઈલ નંબર આપેલ અને વીજીટીંગ કાર્ડ પણ આપેલ. ત્‍યારબાદ તે જ દિવસે સાંજના સાતેક વાગ્‍યે ખેડૂતને આરોપીના મો. નં. 99984 ર9410 પરથી ફોન આવેલ અને ખેડૂતએ બાલકગીરીનું નામ લઈ ખેડૂતને કહેલ કે તારૂ અને તારા પરિવાર ઉપર વિઘ્‍ન છે તેની વિધી કરવા સારૂં ધુપ લેવા પડશે તેવું કહેતા ખેડૂત તેની વાતમાં આવી ગયેલ અને સહ આરોપીના મો. નં. 73પ94 67પ78 પર વાત કરતા ખેડૂતને સહ આરોપીએ પોતે દેવોના દેવ મહાદેવ છે. જે તમને રસ્‍તો બતાવશે તેમ કહી ત્રીજા દિવસેચોટીલા ખાતે વીધી કરવા માટે બોલાવેલ અને વીધીમાં મગ, ચોખા, ઘઉં અને ચાંદીનો સીકકો  કિંમત  રૂા.  700 તથા લાલ કપડામાં બાંધી લઈ આવવાનું જણાવેલ. જેથી ખેડૂત તેના દીકરાને લઈ ત્રીજા દિવસે ચોટીલા ગયેલ અને ત્‍યાંથી ખેડૂત સાથે આરોપીઓએ ફોનમાં વાતચીત કરી હળવદ ચોકડીએ બોલાવી ખેડૂતના દીકરાને બેસાડી ત્‍યાં ભડકા અને ધુમાડા કરી ખેડૂત પાસે રહેલ તમામ વસ્‍તુઓ વિધીના નામે લઈ લીધેલ અને એક પતરાની પેટી આપેલ જે પેટીમાં ધુપ છે તેમ કહી તેને સાચવીશ તો તું માલામાલ થઈ જઈશ અને ફેલ જશે તો તારા ઉપર ખૂબ મોટું વિઘ્‍ન આવશે તેમ કહી ખેડૂતને ત્‍યાંથી ઘરે જવા રવાના કરી દીધેલ. ત્‍યારબાદ તેજ દિવસે ફરિ. ઘરે પહોંચી આરોપીના મો.નં. 73પ94 67પ78 પર ફોન કરતા આરોપીઓએ ફોનમાં પેટી ખોલવાનું કહી ફરિ.એ પેટી ખોલતા તેમા કંઈ નહી મળતા આરોપીઓએ ફરિ.ને કહેલ કે બેટા આપણી વીધી ફેઈલ ગઈ છે હવે તારી પર મોટુ વિઘ્‍ન આવશે અને તારો દીકરો મરી જશે તેવું કહી ફરિ.ને બીક બતાવી આ દીકરાને બચાવવા મોટું વિઘ્‍ન ટાળવા સારૂ ર1 તોલાનો હવન કરવો પડશે તેવું કહી એક તોલાનો 11000 રૂપિયા લેખે ર1 તોલા હવનના કુલ રૂપિયા ર,31,000 ત્રણ દિવસમાં ભેગા કરી આપવા ભયમાં ફરિ.ને નાખેલ. જે ભયમાં આવતા ફરિ.એ ત્રણદિવસમાં સગા-સબંધીઓ પાસેથી પૈસા ભેગા કરી આરોપીના કહેવા નોંધાયો હતો.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય ઘ્‍વારા આ ગુન્‍હાની ગંભીરતાને ઘ્‍યાને લઈ ખેડૂત સાથે થયેલ બળજબરીના રોકડા રૂપિયા અને ચાંદીના સિકકા પડાવી લેનાર આરોપી રતનનાથ ઉર્ફે બાલકગીરી ગબાનાથ ઉર્ફે પોપટનાથ ભાટ્ટી ધંધો ભીખ માંગવાનો રહે. પારેવડા, (તા.જી. રાજકોટ) તથા બબાનાથ ઉર્ફે વિજયગીરી સદાનાથ બાંભણીયા ધંધો ભીખ માંગવાનો રહે. ભોજપરા, (તા. વાંકાનેર, જી. મોરબી) વાળાને પકડી પાડી, ખેડૂતની ગયેલ મિલ્‍કત તેમને પાછી મળે તે માટે કાર્યવાહી કરવા અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર પી.બી. લકકડ તથા અમરેલી તાલુકા પોલીસની ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. જે અનુસંધાને અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન ટીમ ઘ્‍વારા આ ગુન્‍હાની વિગતોનો અભ્‍યાસ કરી, આરોપીઓ શોધી કાઢવા સઘન પ્રયત્‍નો હાથ ધરવામાં આવેલ હતા અને ગત તા. ર4/3/ર1નાં રોજ અમરેલી મુકામે લાઠી બાયપાસ ચોકડી ખાતે ટેકનીકલ સોર્સ આધારે બે આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી તપાસ દરમ્‍યાન ફરિયાદના રોકડા રૂપિયા તથા મોબાઈલ કબ્‍જે કરી ગુનહામાં સંડોવાયેલ તમામ મુદામાલ કબ્‍જે કરી તેની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

રોકડા રૂપિયા ર,30,000, (ર) બે મોબાઈલકિંમત રૂા. 3000, (3) ગુન્‍હામાં ઉપયોગ કરેલ વિજીટીંગ કાર્ડ નં. 17, (14) ગુન્‍હામાં ઉપયોગમાં લીધેલ લોખંડની પેટી કિંમત રૂા. ર00. મળી કુલ કિંમત રૂપિયા ર,33,ર00નો મુદામાલ કબ્‍જે કરેલ છે.

તપાસ દરમ્‍યાન આરોપીઓમાં હનુનાથ સુરમનાથ પરમાર રહે. ભોજપરા, (તા. વાંકાનેર), સલમાનનાથ બબાનાથ બાંભણીયા રહે. ભોજપરા, (તા. વાંકાનેર) નામ ખુલવા પામેલ છે.

આરોપીઓની ગુન્‍હો કરવાની પઘ્‍ધતિ : આ કામે પકડાયેલ આરોપીઓ તથા તપાસ દરમ્‍યાન ખુલેલ નામવાળા આરોપીઓ સાથે    મળી ગુન્‍હાહીત કાવતરૂ રચી સંત મહાત્‍મા અને ઉપકાર અને વરદાન આપી ઉઘ્‍ધાર કરવાના બહાને ભગવા વસ્‍ત્રો અને માળા ધારણ કરી, ઠેર ઠેર તથા ઘરે ઘરે ફરે છે અને સાધુ બાવાનું નામ ધારણ કરી પોતે જુનાગઢની ગુફાઓમાંથી આવે છે અને પાછુ જુનાગઢ ગુફામાં જવું છે તેવું જણાવી ભોળા માણસોની આસ્‍થાનો ગેરલાભ ઉઠાવી, તેમને જીવનમાં ખૂબ સંકટ છે, મોટા મોટા વિઘ્‍નો છે તેવી બીક બતાવી, સંકટ ટાળવા માટે વિધિ કરવાના બહાને તેમનો મોબાઈલ નંબર મેળવી બાદમાં તેને ફોન કરી, અવાવરૂ જગ્‍યાએ વિધિ કરવા માટે બોલાવી તયાં વિધિ શરૂ કરી, અગાઉ નકકી થયા મુજબ બીક બતાવી પોતાના સ્‍વજનો મરી જશે તેવો ભય ઉત્‍પન્‍ન કરી વિધિ અવળી પડેલ છે એટલે આ છોકરાને તકલીફ થશે અને તેનુંમોત નીપજશે તેવું કહી સ્‍વજનોને બચાવવા બાવાઓ ધુપ દેવાનું બહાનું બતાવી, ધુપ ખૂબ મોંઘો આવે છે તેવું જણાવી, અલગ અલગ જગ્‍યાએ બોલાવી, વિધિ અને ધુપ દેવડાવવાના બહાને મોટી રકમ તથા કિંમતી મુદામાલ પડાવતા હતા. અને છેલ્‍લા એકાદ વર્ષથી આ રીતે અંધશ્રઘ્‍ધા ફેલાવી, લોકો પાસેથી પૈસા પડાવવાનું કામ કરતાં હતાં. જાહેર જનતાને પણ આ પ્રકારના લેભાગુ તત્‍વોથી ચેતીને રહેવા તથા અજાણ્‍યા ઈસમોની વાતોમાં આવી, ડરવા કે પોતાની કિંમતી મિલ્‍કત આવા ધુતારૂઓને નહીં સોંપવા અપીલ કરવામાં આવે છે.

આ કામગીરી અમરેલી અધિક્ષકની સુધના અને મદદનીશ પોલીસ અધિક્ષક અભય સોનીના સીધા માર્ગદર્શન હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનના થાણા ઈન્‍ચાર્જ પી.બી. લકકડ, પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર તથા અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન ટીમ ઘ્‍વારા કરવામાં આવેલ છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0