fbpx
અમરેલી

મહુવા -સુરત – બાંદ્રા ટ્રેન ને દામનગર સ્ટોપ આપો, સ્ટોપેજ નહિ મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતા ધારાસભ્ય ઠુંમર

લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ભાવનગરના ડિવિઝનલ મેનેજરને પત્ર પાઠવી સુરત મહુવા બાંદ્રા ટ્રેન ને દામનગર સ્ટોપેજ આપવા રજુઆત કરેલ છે તેઓએ પત્રમાં જણાવ્યું હતું કે અઠવાડિયામાં ત્રણ વખત ચાલતી આ ટ્રેન ને અગાવ સાંસદ તરીકે તે વખતના રેલવે પ્રધાન લાલુ પ્રસાદ પાસે રજુઆત કરેલ હતી અને શરૂ કરાવી હતી   ખરેખર આ રેલવે ટ્રેક બન્યો ત્યારે પેસેન્જર ટ્રેન ક્યારેય આ ટ્રેક પર નો દોડે તેવો સૈધાતીક નિર્ણય સાથે પીપાવાવ પોર્ટ અને રેલવે વિભાગે દેશમાં સૌપ્રથમવાર j.v ભાગીદારી કરેલ હતી પરંતુ સખત મહેનતન કરી નિર્ણય અને નિયમોમાં ફેરફાર કરી આ ટ્રેકપર પેસેન્જર ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાવેલ હતો અને તે વખતના રાજ્ય કક્ષાના પ્રધાન મહુવાથી આ ટ્રેન શરૂ કરાવેલ અને  હું પણ સાંસદ તરીકે અહીં ઉદ્ઘાટનમાં હાજર રહ્યો હતો આ ટ્રેન નો લાભ  સૌરાષ્ટ્રની અને ખાસ કરી ને મહુવા અને અમરેલીની જનતા ને મળ્યો તેનો આનંદ આજે પણ મને છે ત્યારે દામનગર સ્ટોપેજ આપવા ની રજુઆત જે તે સમયે પણ કરવામાં આવી હતી  હવે આ ટ્રેન દૈનિક શરૂ થઈ રહી છે અને તેના માટેના અમરેલીના સાંસદના પ્રયાસો સરાહનિય છે   પણ દામનગર ને સ્ટોપેજ આપવો અતિ જરૂરી છે અહીંથી મોટાભાગના લોકો ને ટ્રેન નો સીધો ઉપયોગ થઈ શકે તેમ છે ત્યારે જો અહીં સ્ટોપ નહિ આપવામાં આવે તો દામનગરના રત્ન કલાકારો,સ્થાનિક વેપારીઓ ને સાથે રાખી આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ પત્રના અંતમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/