fbpx
અમરેલી

સાવરકુંડલા- સાવરકુંડલા શહેરી વિસ્તારમાં GIDC ના પ્રશ્ને વિધાનસભા ગૃહમાં ધારદાર રજૂઆત કરતા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત

સાવરકુંડલા ના શહેરી વિસ્તારમાં કાંટા ઉધોગ અને નાના નાના ઉધોગો આવેલા છે, પરંતુ આ ઉધોગ ને વેગવંતો બનાવવા ની ઘણી જરૂરિયાત હોવા છતાં આજદિન સુધી આ પ્રશ્ને ક્યારેય કોઈ વિધાનસભ્ય દ્વારા રજૂઆત કરેલ નાં હતી, અને હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત નાં મુખ્યમંત્રી હતા ત્યારે સાવરકુંડલા માં GIDC આપવાનું વચન આપેલ ત્યારબાદ માત્ર વચનજ રહી જવા પામેલ ત્યારે સાવરકુંડલા મતવિસ્તાર નાં ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત જ્યારથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ ને આવ્યા ત્યારથી દરેક વર્ગ અને તમામ નાના વેપારીઓ, ઉધોગ અંગે સતત ચિંતિત રહીને અવાર નવાર વિધાનસભા માં લોકોના હિતાર્થે પ્રશ્ન ઉઠાવી સરકાર સામે બાથો ભીડી રહ્યા છે. ત્યારે સાવરકુંડલા ના કાંટા ઉધોગ અન્ય રાજ્યોમાં વખણાઈ છે, તેમને વેગવંતો કરવા વિધાનસભા ગૃહ માં સાવરકુંડલા ને GIDC કયારે આપવામાં આવશે તેવો વેધક સવાલ કરવામાં આવેલ ત્યારે સરકાર દ્વારા ધારાસભ્ય ના પૂછાયેલા સવાલનો જવાબ સાવરકુંડલા ખાતે GIDC સ્થાપવા યોગ્ય ઉપલબ્ધ એવી એકી જથ્થે  સરકારી પડતર જમીનની પોષણક્ષમ કિમત નક્કી કરવાની બાબત વિચારણા હેઠળ છે. અને પોષણક્ષમ કિમત નક્કી થયા બાદ જમીનનો કબજો ગુજરાત ઔધોગિક વિકાસ ને મળ્યે થી વસાહત સ્થાપવાની કાર્યવાહી કરવામાં આવશે, એટલે સાવરકુંડલા ની જનતાને અને ઉધોગ આલમના વેપારીઓએ GIDC માટે એક વર્ષ જેટલી રાહ જોવી પડશે              

આમ સતત વિધાનસભાગૃહ માં સાવરકુંડલા અને લીલીયા નાં લોક હિથાર્થ ના પ્રશ્નો પૂછીને સરકારને ધેરવામાં આવતા હોય છે, અને પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતા હોય છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0