પુત્ર અદ્રૈતનાં જન્મ દિવસે અદ્રીતીય સેવાકાર્ય, સંઘાણીના સરાહનીય પ્રયાસને લોકોએ બિરદાવ્યું
ગુજરાત પ્રદેશ ભાજપના યુવા અગ્રણી અને અમરેલી જિલ્લા સહકારી સંઘના પ્રમુખ મનીષ સંઘાણી સહકારની સાથોસાથ સામાજીક ક્ષેત્રે પ્રેરણારૂપ કામગીરી કરી રહયા છે. તાજેતરમા તેમના પુત્ર ચિ.અદ્રૈતના જન્મ દિવસને સાદગી પૂર્વક પણ સામાજીક પ્રેરણારૂપ
ઉજવીને પ્રેરણારૂપ કાર્ય કરેલ છે. પુત્રના જન્મ દિવસે તેમને મળેલ શુભેચ્છા રોકડ ભેટ મહિલા વિકાસ ગૃહનેઅર્પણ કરીને અદ્રિતીય સેવાકાર્યની પ્રેરણા આપી છે…આ તકે મનીષ સંઘાણી–સુશ્રી ધારા સંઘાણીને રાજકીય,સામાજીક,સહકારી અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના આગેવાનો, શુભેચ્છકો, મીત્રો એ શુભકામના પાઠવી હતી આ તકે સંઘાણી
પરિવારજનો ઉપસ્થિત રહયા હોવાનું યાદીમા જણાવાયેલ છે.
Recent Comments