fbpx
અમરેલી

કોરોનામા સુરક્ષીત રહો, રસીકરણની હાકલ કરતા – મુકેશ સંધાણી સીનીયર સીટીઝન પાર્ક ખાતે શહેરીજનોના લાભાર્થે કોરોના રસીકરણ મેગા કેમ્પનો સારહી યુથ કલબ દ્રારા પ્રારંભ

શહેર ભાજપ પ્રમુખ તુષાર જોશી, નગર પાલીકાના પ્રમુખ મનિષાબેન રામાણી, ઉપ પ્રમુખ રમાબહેન મહેતા, કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, કેમ્પ ઈન્ચાર્જ ભગીરથ ત્રીવેદી , નગર પાલીકાના સદસ્યો અને સારહી પરિવારના સભ્યો સહિત વિશાળ સંખ્યામા લોકો ઉપસ્થિત રહયા

અમરેલી શહેરના વિવિધ વોર્ડમા ૬૦૦૦ લોકોના રસીકરણ સાથે ર૦ જેટલા કેમ્પો યોજાઈ ગયા, આગામી દિવસોમા વધુ ર૪ જેટલા કેમ્પોનું આયોજન

રસીકરણનો લાભ લઈને વ્યકિત અને પરિવાર વધુ સુરક્ષીત બને તેવી હાકલ સેવાભાવી સંસ્થા સારહી યુથ કલબ ઓફ અમરેલી આયોજીત સીનીયર સીટીઝન પાર્ક ખાતેના મેગા કેમ્પના પ્રારંભે સારહી યુથ કલબ ઓફ અમરેલીના પ્રમુખ મુકેશ સંઘાણીએ જણાવેલ હતું. આયોજનને જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાનું માર્ગદર્શન મળ્યુ હતું.

મુકેશ સંઘાણીએ જણાવેલ કે, આ કાર્ય લોકોને સ્વસ્થ રાખવાનો પ્રયાસ છે તેમા સૌની જાગૃતિ અને બહોળા પ્રમાણમા રસીકરણનો લાભ લેવામા આવે તો આ કાર્ય જનજન સુધી અસરકારક નિવડે તેમ હોઈ, વ્યકિત અને પરિવારની સુરક્ષા માટે આ મેગા કેમ્પનો લાભ ઉઠાવવા હાકલ કરી હતી.

સારહી યુથ કલબ ઓફ અમરેલી તરફથી આયોજીત મેગા કેમ્પના ઉદ્ધાટન પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ તુષાર જોશી, નગર પાલીકાના પ્રમુખ મનિષાબેન સંજયભાઈ રામાણી, ઉપ પ્રમુખ રમાબહેન મહેતા, કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, કેમ્પ ઈન્ચાર્જ ભગીરથ ત્રીવેદી , નગર પાલીકાના સદસ્યો અને સારહી પરિવારના સભ્યો સહિત વિશાળ સંખ્યામા લોકો ઉપસ્થિત રહયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સારહી સંસ્થા દ્રારા શહેરના વિવિધ વોર્ડમા ૬૦૦૦ લોકોના રસીકરણ સાથે ર૦ જેટલા કેમ્પો યોજાઈ ગયા, આગામી દિવસોમા વધુ ર૪ જેટલા કેમ્પોનું આયોજન કરવામા આવનાર હોઈ, સ્થાનિક કક્ષાએ રસીકરણ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામા આવેલ હોવાનું સંસ્થા યાદીમા જણાવાયેલ છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0