લીલીયા તાલુકા વિકાસ અધિકારી નિવૃત્ત થતા સન્માન કરવામાં આવ્યું

લીલીયા તાલુકા પંચાયતના ટીડીઓ એસ.એચ.રાઠોડ વયમર્યાદા નિવૃત્ત થતા તાલુકા પંચાયતના સ્ટાફ તથા તલાટી મંડળ દ્વારા નિવૃત્તિ સન્માન સમારંભ જલારામ મંદિર લીલીયા ખાતે યોજવામાં આવેલ.આ તકે પંચાયત,આરોગ્ય શિક્ષણ,ખેતી તથા આઇઆરડી વિભાગ ના સ્ટાફ દ્વારા ટીડીઓનું શ્રીફળ, પડો તથા મોમેન્ટો ભેંટ દ્વારા સન્માન કરવામાં આવેલ, આ તકે મામલતદાર ગલચર, તાલુકા પંચાયત લીલીયા પ્રમુખ-ઉપપ્રમુખ, તાલુકા પંચાયત કુંકાવાવ, બાબરા, ધારી, ખાંભા,રાજુલા બગસરા તાલુકા પંચાયતના ટીડીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન ઇનચાર્જ ટીડીઓ કિશોરભાઈ આચાર્ય દ્વારા કરવામાં આવેલ એસ.એચ.રાઠોડની કર્તવ્યનિષ્ઠ સેવા સદા યાદ રહેશે તથા તેમના જીવન ની બીજી ઇનિંગમાં આરોગ્યપ્રદ જીવન ગુજારે એવી શુભેચ્છાઓ પાઠવેલ
Recent Comments