fbpx
અમરેલી

અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતાં ફરતાં લીસ્ટેડ આરોપીને ભોગબનનાર સાથે શોધી કાઢતી સાવરકુંડલા ડિવિઝન પોલીસ

મ્‍હે. પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગરનાઓ તરફથી ૦ થી ૧૮ વર્ષના ગુમ થનાર બાળકો તેમજ અપહરણ થયેલ ભોગબનનાર તથા આરોપીઓને શોધી કાઢવા અંગેની તા.૦૧/૦૪/૨૦૨૧ થી તા.૧૫/૦૪/૨૦૨૧ સુધી ખાસ ડ્રાઇવ રાખેલ હોય તેમજ *અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયનાઓ દ્રારા પણ તા.૦૬/૦૩/૨૦૨૧ થી તા.૦૬/૦૪/૨૦૨૧ સુધી તે અંગે ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય અને અમરેલી જીલ્લામાં ગુમ થયેલ તથા અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ડિવિઝન, નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એચ.એચ.સેગલીયા તથા HC રમેશભાઈ મારુ તથા PC પરેશભાઈ સૌંદરવા તથા યુવરાજસિંહ ગોહિલ તથા અન્ય ટીમ ના માણસો દ્રારા ચોક્કસ બાતમી તથા આધુનિક ટેકનોલોજી આધારે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નંબર ૨૦/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુન્હાના કામે આરોપી અટક કરવાનો હોય અને ભોગ બનનાર મળી આવેલ ન હોય, આધુનીક ટેકનોલોજી અને બાતમી આધારે આરોપી અને ભોગ બનનાર સાથે હરિયાના રાજ્યના ફતેહાબદ જિલ્લાના જાખલ જંકશન ગામેથી શોધી કાઢી હસ્તગત કરેલ. ️પકડાયેલ આરોપી કરણભાઈ દેવાભાઈ સોલંકી ઉ.વ.-આશરે ૧૯ ધંધો-મજૂરી રહે.ચારોડિયા તા.ગારીયાધાર જી.ભાવનગર વાળો તા.૦૨/૦૪/૨૦૨૧ ના રોજ ભોગ બંનનાર સાથે મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પોલીસ ને સોંપવા તજવીજ કરેલ.
આમ,અમરેલી પોલીસ અધિક્ષક તથા પોલીસ અધિક્ષસનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એચ.એસ.સેગલીયા તથા HC રમેશભાઈ મારુ તથા PC પરેશભાઈ સૌંદરવા તથા PC યુવરાજસિંહ ગોહિલ તથા અન્ય ટીમના મોણસો એ છેલ્લા બે વર્ષ થી અપહરણ ના ગુન્હાના કામ ના લિસ્ટેડ આરોપીને ભોગ બનનાર સાથે હરિયાના રાજ્યના ફતેહાબાદ જિલ્લાના જાખલ જંકશન ગામે થી શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0