જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ કલેકટરને રજુઆત અને સંકલન કરીને અમરેલી જિલ્લામાં કોરોના દર્દીઓની સારવાર માટે વધુ ૩૦૦ જેટલા આઈસોલેટડ બેડની વ્યવસ્થા કરાઈ
કોરોના મહામારીનાં કારણે અમરેલી જિલ્લામાં પણ કેસો વધવાની સાથે સાથે સીવીલ હોસ્પિટલ સહીત આઈસોલેટેડ બેડની વ્યવસ્થા ઓછી પડતા કોરોનાનાં ના દર્દીઓને આઈસોલેટેડ બેડ મળી રહે તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ કલેકટરશ્રીને રજુઆત કરતા જિલ્લામાં વિવિધ ખાનગી હોસ્પિટલોના ડોકટરો, સંસ્થાઓનાં સંચાલકો, અને હોટલોનાં માલીકો સાથે સંકલન કરીને જિલ્લા પ્રશાસનની કોવિડ ગાઈડ લાઈન મુજબ આઈસોલેટેડ ૩૦૦ જેટલા વધારાનાં બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેમાં અમરેલીમાં બાલભવન ખાતે ર૦ બેડ, એલ.ડી.હોસ્ટેલ ખાતે ૬પ બેડ, રાધીકા (ગોળ)હોસ્પિટલ ખાતે ૬ર બેડ, એઈમ્સ હોસ્પિટલ ખાતે રપ બેડ, સીવીલ હોસ્પિટલ અમરેલી ખાતે વધારાનાંં પ૦ બેડ, હોટલ નેપ્ચ્યુન ખાતે રપ બેડ, તથા સાવરકુંડલા સિવીલ હોસ્પિટલ ખાતે પ૦ આઈસોલેટેડ બેડની વ્યવસ્થા ઉભી કરાઈ છે.
ઉપરોકત તમામ હોસ્પિટલ, સંસ્થાઓ તથા હોટલનાં સંચાલકો સાથે આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક કરીને કોરોનાની ગંભીર મહામારીને પહોચી વળવા ઘટતી તમામ કામગીરી કરી જિલ્લાનાં નાગરીકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીન પડે અને આ મહામારી માંથી હેમખેમ દર્દીઓ સ્વસ્થ થાય તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાનાં માર્ગદર્શનમાં અને જિલ્લા કલેકટરશ્રી સાથે સંકલન કરીને ૩૦૦ જેટલા આઈસોલેટેડ બેડની વધારાની વ્યવસ્થા કરાઈ છે.
માનવતાનાં આ કામમાં સહીયોગ આપવા બદલ ખાનગી હોસ્પિટલોનાં ડોકટરો,, સંસ્થાઓનાં સંચાલકો તથા હોટલોનાં માલીકોનો જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ હદય પૂર્વક આભાર વ્યકત કરેલ છે.
Recent Comments