fbpx
અમરેલી

અમરેલીમાં પૈસા-ડોકયુમેન્‍ટ ભરેલ પાકીટ મળી આવતાં મૂળ માલિકને પરત કરાયું

અમરેલી ચિતલ રોડ ઉપર રહેતા સતીષભાઈ ગોકુળભાઈનું રોકડા રૂા.11000 તથા બીજા જરૂરી અગત્‍યનાં ડોકયુમેન્‍ટ તથા જુદી જુદી બેંકનાં ક્રેડીટ કાર્ડ એટીએમ કાર્ડ ભરેલું પાકીટ અમરેલી રાજકમલ ચોકમાં સાંજના આશરે સાડા છ એક વાગ્‍યાની આસપાસ પડી ગયેલ હોય જેથી અરજદારે આ બાબતે અમરેલી સીટી પો.સ્‍ટેશનમાં મદદ મળવા માટે અરજી આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્‍ટેશનના પોલીસ ઈન્‍સ્‍પેકટર જે.જે.ચૌધરીની સુચનાથી માણેકપરા બીટ ઈન્‍ચાર્જ એચસી, બી.એમ.વાળા તથા પો.કોન્‍સ પૃથ્‍વીરાજસિંહ પરમાર તપાસમાં હતા તે દરમ્‍યાન ભાવીનભાઈ કાંતિભાઈ નારીગરા  રહે. અમરેલી વૃંદાવન પાર્ક-ર વાળા ત્‍યાંથી પસાર થયેલ ત્‍યોર તેઓને આ પાકીટ મળેલ હોય જેથી તેઓએ અમરેલી ફેમીલી કોર્ટમાં નોકરી કરતા અશ્‍વિનભાઈ ધીરૂભાઈ જોશીનોસંપર્ક કરી અમરેલી સીટી પો.સ્‍ટેશન ખાતે આવતા તપાસ કરનાર એચસી બી.એમ.વાળાએ અરજદારને રૂબરૂ બોલાવી, પી.એસ.ઓ. જોત્‍સનાબેન ધમલની હાજરીમાં રોકડા રકમ  રૂા.11,000 તથા ડોકયુમેન્‍ટસ જે તે સ્‍થિતિમાં પરત અપાવતા અરજદારે પાકીટ પરત કરનાર ભાવીનભાઈ કાંતિભાઈ નારીગરા તથા અમરેલી સીટી પો.સ્‍ટેશનનાં પી.આઈ. જે.જે.ચૌધરી તથા એચસી બી.એમ.વાળા તથા પોલીસ સ્‍ટાફનો ખુબ ખુબ આભાર માનેલ.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0