fbpx
અમરેલી

રેમડેસીવીર ઇન્જેક્શન હોસ્પિટલમાં કે મેડિકલ સ્ટોરમાં મળતા નથી તો સુરત ભાજપ કાર્યાલય પરથી આ ઇન્જેક્શન ક્યાંથી આવ્યા? ભાજપ સરકારમા હિટલર શાહિ

હાલ કોરોના ના બીજા વેવ થી લોકોની સ્થિતિ દયનીય બનવા પામેલ છે, દિન પ્રતિદિન કોરોનાસંક્રમિત ના કેસો માં વધારો થઇ રહેલ છે,લોકો ને જીવન જીવવા માટે સતત સંઘર્સ કરી રહ્યા છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ તેમજ આરોગ્યમંત્રી શ્રી કુમાર કાનાણી દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શન આપવાના કાર્યક્મ રાખવામાં આવેલ હતો તેમાં ભાજપ સરકાર દ્વારા 5000 જેટલાં રેમડેસીવીર ઇન્જેક્શન આપવાની કમલ કાર્યાલય સુરત ખાતે આપવામાં આવશે ત્યારે સાવરકુંડલા અને લીલીયા મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ધ્વરા સરકાર શ્રી સામે વેધક સવાલો કરવામાં આવેલ છે કે સરકાર શ્રી દ્વારા નોટ બન્ધી કરી કાળું નાણું પાછું આવશે તે બહાને  લોકોને જે લાઈન માં ઉભા રાખીં લોકો સાથે મજાક કરી લોકોનો ટાઈમ વેસ્ટ કયો અને લોકોને કંગાળ કર્યા તેમ છતાં કાળું નાણું પાછું આવ્યું નહીં પણ મૂડીવાદી ઓને લાભ થયો અને વચેટિયાઓ માલા માલ થઈ ગયા, ત્યારે આ સરકાર હાલ શું કરવા માંગે છે તેમનો મુખ્ય ઉદેશ શું છે તે કઈ આજદિન સુધી લોકોને ખબર નથી માત્ર સરકાર ની વાહ વાહ માટે ભાજપ સરકાર ના પ્રદેશ પ્રમુખ શ્રી ધ્વરા 5000 હાજર જેટલાં રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવશે ત્યારે  સામાન્ય લોકોને પણ મન માં પ્રશ્ન ઉપસ્થિત થવા પામેલ છે કે આ રેમડેસીવીર ઇન્જેક્શન માટે લાઈન માં ઉભા રહીને પોતાના સબંધીઓ ના જીવન મરણ માટે આ રેમડેસીવીર ઇન્જેક્શન જરૂરી છે. ત્યારે કોઈ હોસ્પિટલ માં કે મેડિકલ સ્ટોરમાં માં મળતા નથી, દર્દી જીવન મરણ વચ્ચે જજુમી રહ્યો છે, ત્યારે એટલા  રેમડેસીવીર ઇન્જેક્શન  સી.આર.પાટીલ પાસે આવ્યા કયાથી? શું પાટીલ સાહેબ  કે ભાજપના એટલા બધા કાર્યકતાઓ લાઈનમાં ઉભા રહ્યા હતા? એક તરફ સામાન્ય લોકોને આવા રેમડેસીવીર ઇન્જેક્શન  લેવા માટે આધારકાર્ડ, કે કોઈ દસ્તાવેજી પુરાવાઓ સાથે લાઈનમાં ઉભા રહેવા છતાં મળતા નથી. ત્યારે આ સરકાર પાસે આવ્યા ક્યાથી. સરકારની  નીતિ મુજબ એક ને ગોળ અને એક ને ખોળ જેવી સ્થિતિ નું નિર્માણ કરેલ છે. આમ જનતા રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે વલખા મારે અને ભાજપ સરકાર પાસે માતબર ૫૦૦૦ જેટલા રેમડેસીવીર ઇન્જેક્શન આવી જાય આતે કેવી નીતિ અપનાવી રહી છે,સરકાર લોકોના હિત માટે કામ કરવાની જગ્યાએ પોતાની વાહવાહ અને સ્વાર્થ ખાતર તાયફા કરવા કરતા દરેક જરૂરિયાત લોકોને કોઇપણ જાતની મુશ્કેલી વગર આવા રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહે તેવા પ્રયાસ કરવા જોઈએ,ત્યારે સરકાર મોત પરનું નું રાજકારણ ખેલી રહી છે. જેથી સાવરકુંડલા-લીલીયા મતવિસ્તાર નાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા સરકાર પાસે આનો જવાબ માગી રહ્યા છે, અને લોકોને ન્યાય મળી તે માટે આ રેમડેસીવીર ઇન્જેક્શન પ્રશ્ને ખાસ તપાસ કરીને કસૂરવાર સામે યોગ્ય કાર્યવાહી થાય અને આમ જનતાને હાલ સરકાર શ્રીની હૂફઅને દિલાસાની જરૂરિયાત છે ત્યારે આવા ખોટા તાયફાઓ ના કરી અને મોત પરનું રાજકારણ બંધ કરવામાં આવે.    આમ ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શન પ્રશ્ને સરકાર ને બાથમાં લેવામાં આવેલ છે

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0