સાસદ નારણભાઈકાછડીયાની ઉપસ્થિતીમા સાવરકડલા આયોજન સમિતિએ વિવિધ ગામો માટે રૂા . ૧ કરોડ ૪૫ લાખના વિકાસ કામો મજુર કર્યા .
રાજય સરકાર ની વિકેન્દ્રીત આયોજન યોજના નીચે તાલુકા માટે ફાળવેલ રૂા . ૧,૪૫,૮0,000 / – જેટલી ગ્રાન્ટના આયોજન માટે આજરોજ સાવરકડલા આયોજન સમિતિની ખાસ બેઠક સાસદ નારણભાઈ કાછડીયાની ઉપસ્થિતીમા તાલુકા પંચાયતના પ્રમુખ મતિ અનિતાબેન બાળધાના અધ્યક્ષ સ્થાને મળેલ , જેમા ઉપસ્થિત ચારેય જીલ્લા પંચાયતના સભ્ય ઓ ( ૧ ) પુનાભાઈ ગજેરા – વડા ( ૨ ) શરદભાઈ ગોદાની – ગાધકડા ( ૩ ) મતિ શારદાબેન મોર – વિજપડી ( ૪ ) મતિ હેમાલીબેન રાદડીયા મોટા ઝીઝુડાએ પોતાના જીલ્લા પંચાયત વિસ્તારના કામો માટે સુચવેલ વિકાસ કામો ધ્યાને લઈ , અધ્યક્ષ શ્રમતિ અનિતાબેન બાલધા અને સાંસદ એ દરખાસ્તને મંજુરીની મહોર મારતા રૂા . ૧,૪૫,00,000 વિકાસ કામોની દરખાસ્ત કરેલ છે . જેમાં સરકારશ્રીની ૧૫ % વિવેકાધીન યોજના અન્વયે ૯૬ લાખના કામો , ખાસ અંગભુત યોજના નીચે ૧૩ લાખ , ખારાપાટ વિકાસ યોજના અન્વયે ૧૩ લાખ અને પદ વિવેકાધીન યોજના અન્વયે ૨.૫ લાખ મળી તાલુકાના જુના સાવર , કરજાળા , ધાર , પીયાવા , મોલડી , સીમરણ , મોટા ઝીઝુડા , જીરા , આકોલડા , ભુવા , મેવાસા , વડા , વશીયાળી , મોટા ભમોદ્રા , સેજળ , વીરડી , ઠવી , ડેડકડી , આબરડી , બાઢડા , ચીખલી , ઘોબા , અમૃતવેલ , ખડકાળા , રામગઢ , લુવારા , ગાધકડા , લીખાળા , જાબુડા , મઢડા , ગોરકડા , ખડસલી , છાપરી , ધજડી , જાબાળ , વીજપડી , દાધીયા , મેરીયાણા , દોલતી , ખોડીયાણા , થોરડી , ભમ્મર , બગોયા , ઘાડલા , કેદારીયા , પીઠવડી , નેસડી , મીતીયાળા , ભેકરા , પાટી , મેકડા , શેલણા , ફીફાદ વિગેરે ગામોમા વિવિધ કામો માટે રૂા . ૧ કરોડ ૪૫ લાખની સરકારશ્રીની આવેલ ગ્રાન્ટના કામો સચવેલ છે . તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળેલી આજની તાલકા આયોજન મંડળની બેઠકમા સાસદ નારણભાઈ કાછડીયા ખાસ ઉપસ્થિત રહી વિવિધ ગામો માટે વિકાસ કામો લેવા માટે ખાસ માગૅદશેંન આપેલ . જીલ્લા પંચાયતના સભ્યશ્રીઓ , શ્રી પુનાભાઈ ગજેરા , શરદભાઈ ગોદાની , મતિ શારદાબેન મોર , મતિ હેમાલીબેન રાદડીયા અને શ્રીમતિ દક્ષાબેન મહિડા , ચેરમેનશ્રી , તાલુકા સામાજીક ન્યાય સમિતિ બધા પદાધિકારીઓ સાથે તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશભાઈ વાઘાણી , એસ.ઓ , નાયબ કાયૅપાલક ઈજનેર , તાલુકા પંચાયતના આ.સિ. ઈજનેર વગેરે ઉપસ્થિત રહયા હતા
Recent Comments