fbpx
અમરેલી

ડો . બાબા સાહેબ આંબેડકરજીની જન્મ તીથીના અવસરે લોકશાહી બચાવો “ દિવસ ઉજવવાની જરૂરીયાત પર ભાર મુકતા વિરજીભાઇ ઠુંમર

૧૪ , મી એપ્રીલ ડો . બાબા સાહેબની જન્મ તીથી ના અવસરે આજરોજ સાદગી પુર્ણ રીતે ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરનાં કાર્યાલય ખાતે ઉજવવાયેલ આ પ્રસંગે ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે , આ દેશમાં લોકશાહીના મુળીયા તોડવા વાળા હાલ સક્રિય છે ત્યારે દેશમાં લોકશાહીનું ચીરહરણ થતું રોકવા આપણે સહ જાગૃત નાગરીકોએ “ લોકશાહી બચાવો “ આંદોલન ને વેગ આપવો પડશે . દેશમાં વર્તમાન પરિસ્થિતી અત્યંત ફાસીવાદ અને નાજીવાદની સંસ્કારીતાએ પહોચ્યું છે . દેશ પાયમાલ તરફ જઈ રહ્યો છે ત્યારે બંધારણનું રક્ષણ કરવા આપણે સહુએ એકજુથ થઈને લોકશાહીનું રક્ષણ કરવું પડશે તેમ કહી બાબા સાહેબનાં બંધારણીય મુલ્યો નું જતન કરવા આહવાન કરેલ . આ પ્રસંગે શહેરના જાગૃત અને નિડર કોંગી અગ્રણીઓ સર્વેશ્રી કે.કે.વાળા , પોપટલાલ કાશ્મીરા , ટીકુભાઇ વરૂ , અરવિંદભાઇ સીતાપરા , જમાલભાઇ મોગલ સહિત કોંગી અગ્રણીઓએ બાબા સાહેબનાં સંસ્મરણો નો યાદ કરી શ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતા તેમ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નરેશ અધ્યારૂએ જણાવ્યું હતું

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0