fbpx
અમરેલી

અમરેલી નગરપાલિકા દ્વારા કોવીડ-૧૯ અંતર્ગત કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા

હાલ અમરેલી શહેરમાં કોવીડ-૧૯ ના વધતા સંક્રમણને ધ્યાને રાખી અમરેલી નગરપાલિકા દ્વારા નગરપાલિકાના કર્મીઓ તેમજ નગરજનોના હિતમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેના અનુસંધાને નવા જન્મ અને નવા મરણના દાખલા સિવાય અન્ય તમામ કામગીરી બંધ રાખવામાં આવશે તેમજ જન સુવિધા કેન્દ્ર અને પાણીના નવા કનેક્શનની કામગીરી પણ બંધ રાખવામાં આવશે.

અમરેલીના શહેરીજનો સ્ટ્રીટલાઈટ અંગેની ફરિયાદ માટે ૦૨૭૯૨ ૨૨૦૯૧૬ તથા ભૂગર્ભ ગટરના ઢાંકણા, પાઈપલાઈન અંગેની ફરિયાદ મો. નં. ૯૦૧૬૩ ૩૨૦૩૧ અને ૮૧૪૦૦ ૧૫૨૦૦ તથા આગ-અકસ્માત જેવી સેવા માટે ફોન નં ૧૦૧ તથા હીરક બાગ (ગેરેજ શાખા) ૦૨૭૯૨ ૨૨૩૫૯૨ ઉપર સંપર્ક સાધવાનો રહેશે. અતિ આવશ્યક સેવાને લગતી કામગીરીની અરજી નગરપલિકાના એન્ટ્રી સ્ટેર કેસ પાસે ડ્રોપ બોક્સમાં ડ્રોપ કરવાની રહેશે. આવશ્યક સેવા સિવાયની અન્ય કામગીરી તા. ૩૦/૪/૨૦૨૧ સુધી બંધ રાખવામાં આવી હોવાથી શહેરીજનોએ અતિ ગંભીર પ્રકારની બાબત સિવાય નગરપાલિકા કચેરીનો સંપર્ક ટાળવાનો રહેશે. નગરપાલિકાના દરેક કર્મીઓએ પોતાના આઈ-કાર્ડ સાથે ફરજ પર હાજરી આપવાની રહેશે. આ ઉપરાંત અમરેલીના શહેરીજનોએ કોઈપણ કામ માટે અમરેલી નગરપાલિકાની www.amrelinagarpalika.in વેબસાઈટની મુલાકાત લઇ શકે છે તેમજ નગરપાલિકાના ઈ-મેઈલ આઈ. ડી. amrelimunicipality@yahoo.com ઉપર અરજી કરી શકશે.

અમરેલી સિવિલના કોવીડ-૧૯ દર્દીઓની માહિતી ૦૨૭૯૨ ૨૩૨૨૨૩ ઉપરથી મળશે

હાલ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડ-૧૯ ના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. દર્દીના સગા સંબંધી કે કુટુંબીજનોને દાખલ થયેલા દર્દીની તબિયતને લગતી તમામ માહિતી અમરેલી સિવિલ હોસ્પિટલના ટેલિફોન નંબર ૦૨૭૯૨ ૨૩૨૨૨૩ ઉપરથી મળી રહેશે જેની નોંધ લેવા અમરેલી સિવિલ હોસ્પિટલની એક યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/