fbpx
અમરેલી

પટેલ વિદ્યાર્થી આશ્રમ – કેરીયા રોડ, અમરેલી ખાતેઓકસીજન સાથે તૈયાર થતુ કોવિડ કેર સેંન્ટર

કામગીરી નિહાળતા સંઘાણી, કાછડીયા, વેકરીયા, પરમાર, રામાનુજન
કન્યા કેળવણીને પ્રોત્સાહન સાથે જે સંસ્થાની સ્થાપના અતિ પ્રાચીન ગણાય છે તે
મોહનભાઈ વિરજીભાઈ પટેલ કન્યા છાત્રાલય ની પ્રવૃતિ માત્ર શિક્ષણ પુરતી જ
સીમીત નહિં રહેતા અનેક કાર્યો અને કર્મોની સાક્ષી સંસ્થા છે.
આર્થીક નબળી
સ્થિતીના અનેક માતા–પિતાની પુત્રીઓ આ શાળામા મફત શિક્ષણ મેળવીને
અભ્યાસ કાર્કિદી બનાવી ચુકેલ છે, મુશ્કેલીઓના સમયે આ શાળાના પરિસરમા
માનવસેવા જળહળતી જોવા મળે છે સંસ્થાની સેવાભાવનાના મૂળમા સંસ્થા પ્રમુખ
દિલીપ સંઘાણીની સેવાપરાયણતા સમાયેલી છે.

હાલ કોરોના મહામારીનો સામનો સમગ્ર ગુજરાત રાજય કરી રહેલ છે, દર્દીઓ
એટલા છે કે, સાઘનસામગ્રી ખૂટી પડી છે તેવા કપરા સમયે સરકારને મદદરૂપ
બનવા દિલીપ સંઘાણી દ્રારા નર્ણયિ કરી હોસ્પિટલ માટે વહીવટી તંત્રને સોપવામા
આવતા છાત્રાલય ખાતે કોવિડ કેર સેંન્ટરની યુધ્ધના ધોરણે સુવિધા ઉભી કરવામા
આવી રહી હોઈ, કામગીરીને રાષ્ટ્રિય સહકારી આગેવાન–સંસ્થા પ્રમુખ દિલીપ
સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા,
જીલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, ડો. રામાનુજન બાલાભાઈ વઘાસીયા,
બાબુભાઈ હિરપરા, પુનિતભાઈ બાંભરોલીયા, સંજયભાઈ રામાણી, સાગરભાઈ
સિધ્ધપરા, હરિભાઈ કાબરીયા, મીતાબેન વાઘાણી, અરૂણાબેન માલાણી વિગેરેએ
નિહાળી આવશ્યક સૂચનાઓ આપી હતી.

શહેર મધ્યે પટેલ કન્યા છાત્રાલયમા કોવિડ કેર સેંન્ટર શરૂ થવાથી દર્દીઓની
સારવાર ઝડપી અને સરળ બનશે તેમ યાદીમા જણાવાયેલ છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0