fbpx
અમરેલી

સાવરકુંડલા નાના ભમોદ્રા ગામ જવાના રસ્તે વાડી વિસ્તારમાં નેરાં કાંઠે જાહેરમાં જુગાર રમતા

અમરેલી પોલીસ અધિક્ષક *શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કે.જે. ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ નાઓના માર્ગદર્શન અન્વયે ગઇકાલ તા. ૧૪/૦૪/૨૦૨૧ ના મોડી રાત્રીના સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., વિસ્તારમાં સાવરકુંડલા – નાના ભમોદ્રા ગામ જવાના રસ્તે જેન્તીભાઇ કેશુભાઈ પાથર રહે. સાવરકુંડલા વાળાની વાડીની પાછળ આવેલ નેરાં કાંઠે જાહેરમાં અમુક ઈસમો હાથબતીના અજવાળે ગંજીપત્તાના પાના તથા પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે. તેવી બાતમી આધારે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ . શ્રી.એ.પી.ડોડીયા સાહેબ  નાઓએ પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ  રેઇડ કરતા પાંચ ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડી પાડેલ હોય જે તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે. 


જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમો (૧) ભીખુભાઈ જયંતીભાઈ પાથર  ઉ.વ.૨૮ ધંધો. ખેતી રહે. સાવરકુંડલા ઠે. હાથસણી રોડ, નાગનાથ સોસાયટી પાછળ તા.સા.કુંડલા જી.અમરેલી(૨) ભાવેશભાઈ નટવરલાલ વંડરા  ઉ.વ. ૪૪ ધંધો. ડ્રાઈવિંગ રહે. સાવરકુંડલા ઠે. હાથસણી રોડ, ઉતાવળા હનુમાન ખાંચામાં તા.સા.કુંડલા જી.અમરેલી(૩) જયસુખભાઇ નનુભાઇ પથર ઉ.વ.૨૭ ધંધો.હીરાનો રહે. સા.કુંડલા, મોમાઈ માતાજીના મંદિર પાછળ તા.સા.કુંડલા જી.અમરેલી(૪) પરેશભાઈ ધીરુભાઈ ડાભી  ઉ.વ. ૩૨ ધંધો. મજુરી રહે. સા.કુંડલા, હાથસણી રોડ, સ્મશાન પાસે  તા.સા.કુંડલા જી.અમરેલી(૫) સાગરભાઈ પ્રવીણભાઈ ભાલીયા ઉ.વ.૨૧  ધંધો. મજુરી  રહે. સા.કુંડલા, હાથસણી રોડ, પટેલ છાત્રાલય પાછળ તા.સા.કુંડલા જી.અમરેલી


પકડાયેલ મુદામાલ:- રોકડ કુલ રૂપીયા ૧૫,૬૫૦/- તથા એક હાથબતી કિં.રૂ. ૫૦/- તથા ગંજી પતાના પાના નંગ- ૫૨ કિં.રૂ. ૦૦/૦૦ મળી કુલ રૂ. ૧૫,૭૦૦/- નો મુદામાલ


આ કામગીરી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. એ.પી.ડોડીયા સાહેબ તથા હેડ કોન્સ. રમેશભાઈ મારુ તથા હેડ કોન્સ. યુવરાજભાઈ વનરા તથા પો.કોન્સ. હિરેનભાઈ વેગડા તથા પો.કોન્સ. કિશનભાઇ આસોદરિયા દ્રારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/