fbpx
અમરેલી

લાઠી સિવિલ હોસ્પિટલને કોવિડ૧૯ સેન્ટર જાહેર કરો ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી ને પત્ર પાઠવી રજુઆત કરી


અમરેલી જિલ્લામાં કોરોનો કહેર વધતા લોકોના જીવ જોખમમાં માં મુકાયા છે કોરોના દર્દીઓને સારવાર નજીકના સેન્ટરમાં મળે તે માટે જિલ્લાના અનેક તાલુકામાં કોવિડ૧૯ સેન્ટર ઉભા થવા લાગ્યા છે
ત્યારે બાબરા લાઠી અને દામનગરમાં પણ કોવિડ ૧૯ સેન્ટર ઉભું કરવા વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી પાસે માંગ કરવામાં આવી રહી છે


ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મેં પત્ર પાઠવી લાઠી સિવિલ હોસ્પિટલને કોવિડ૧૯ સેન્ટર જાહેર કરવા માંગ કરેલ છે તેઓએ પત્રમાં લાગણીસભર રજુઆત કરતા જણાવ્યું હતું હાલ વૈશ્વિક મહામારી નો સમય છે ત્યારે લોકોની મહામૂલી જિંદગી બચાવી એ આપણા સૌની ફરજ બને છે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે તમામ પ્રકારની મદદ કરવાની લાગણી વ્યક્ત કરું છું આપ જિલ્લાના તમામ ધારાસભ્ય અને સાંસદ અને અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી આગવું આયોજન કરવું જોઈએ


બાબરા લાઠી અને દામનગરમાં વિવિધ સમાજ ની વાડીઓ તેમજ એન જી ઓ ની મદદ મેળવી કોવિડ૧૯માં આપણે કામ કરી શકીએ તેમ છે


ત્યારે લાઠી સિવિલ ને કોવિડ હોસ્પિટલ જાહેર કરી અહીં જરૂરી સવલતો પુરી પાડવી જોઈએ તેમજ ધારાસભ્યને મળતી ગ્રાન્ટમાંથી જિલ્લાના હિતમાં એમ્બ્યુલન્સ ફાળવણી માટે ની મંજૂરી પણ મળવી જોઈએ


આમ લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી કોરોના કાળમાં અમરેલી જિલ્લામાં પૂરતી મદદ કરવા રાજ્ય સરકાર આગળ આવે તે અતિ જરૂરી હોવાનું અંતમાં જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/