fbpx
અમરેલી

કોરોના દર્દીની જરૂરીયાત માટે અમરેલીની સેવાભાવી સંસ્થાઓના સહિયારા પ્રયતનથી કેસરી કલબ ચેરીટેબલ ટ્રસ્ટને ૪૦ ઓક્સિજનની બોટલ સેવા અર્થે પ્રાપ્ત થઈ

જીઇબી એન્જિનિયર્સ એસોસિએશનની અગાઉ ૧૦, હાલ ૧૨ – કુલ ૨૨ બોટલ

D J B S FOUNDATION – શીતલ સેવા ટ્રસ્ટની ૧૦ બોટલ

કલરવ બાળકોની હોસ્પિટલ, ડો જયદીપ પટેલની ૫ બોટલ

શ્રી સાંઈ પદયાત્રા મંડળની ૩ બોટલ

પ્રાણવાયુ ઓક્સીજન માટે કોરોના પીડિત દર્દીઓના સગા વ્હાલા હાડમારી ભોગવી રહ્યા છે ત્યારે કેસરી કલર ચેરીટેબલ ટ્રસ્ટ – અમરેલી આયોજનબદ્ધ રીતે ઓક્સિજનના ભરેલા બાટલા જરુરીયાત મંદોને પહોંચાડી ખાલી બાટલા ભરાવી અવીરત ૨૪ કલાક કોરોના દર્દીઓની સેવા કરી રહ્યું છે.

અગાઉ જીઇબી એન્જિનિયર્સ એસોસિએશનના સૌજન્ય થી ૧૦ બોટલની નિભાવણી અને સંચાલન કેસરી કલબને સોંપ્યા બાદ આટલી બોટલ પૂરતી ન હોય જરૂરિયાત મંદોને ભરાવી ફરી પહોંચાડવામાં અગવડતા પડતી હોય, અમરેલીની અન્ય સંસ્થાઓએ વધુ ૩૦ બોટલ ટ્રસ્ટને સોંપતાં હવે ટ્રસ્ટની ક્ષમતા ૪૦ બોટલ સુધી પહોંચી છે.

જીઇબી એન્જિનિયર્સ એસોસિએશન તરફથી અગાઉ ૧૦, હાલ ૧૨ – કુલ ૨૨ બોટલ, D J B S FOUNDATION – શીતલ સેવા ટ્રસ્ટ તરફથી ૧૦ બોટલ, કલરવ બાળકોની હોસ્પિટલ, ડો જયદીપ પટેલ તરફથી ૧૦ બોટલ, શ્રી સાંઈ પદયાત્રા મંડળ તરફથી ૩ બોટલનું બહુમૂલ્ય યોગદાન મળતાં આ શક્ય બન્યું છે.

આ ક્ષણે સુનિલભાઈ પટેલ- કેસરી કલબ ચેરીટેબલ ટ્રસ્ટ સંપૂર્ણ વ્યવસ્થા એકલા હાથે પાર પાડી રહ્યા છે તેને ધન્યવાદ આપવા ઘટે, અમરેલીમાં કોઈપણને ઓક્સિજન બોટલની જરૂરિયાત માટે તેઓના મોબાઈલ નંબર ૯૯૪૮૯૦૦૦૦૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/