અમરેલી કૈલાસ મુક્તિધામમાં શ્રી લીલીયામોટા ઉમિયામાતાજી મંદિર સંસ્થાએ પાંચ હજાર મણ જેટલું બળતણ આપવામાં આવ્યું.

તાજેતરમાં કોરોના વાયરસની મહામારીના કારણે સ્મશાનોમાં અંતિમક્રિયા માટેના લાકડા ખૂટી પડ્યા છે. આ સંજોગોમાં અમરેલી મુક્તિધામની જાહેર અપીલ આવેલ કે સ્મશાન માટે લાકડાની જરૂર છે. આ સમાચાર પ્રમુખ બાબુભાઈ ધામતને મળતા તેઓએ ટ્રસ્ટીઓ અને સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરી શ્રી ઉમિયામાતાજી મંદિરના પાટોત્સવ નિમિતે ભેગું કરેલું બળતણ લગભગ પાંચ હજાર મણ વિના મુલ્યે સેવાભાવ થી સ્મશાનમાં આપેલ છે. આ સમાજ સેવાના કાર્યથી લોકોએ સંસ્થાના આ પગલાને બીરદાવેલ છે. તથા અમરેલી વિવિધ સેવાકીય સંસ્થાનાં મગનભાઈ નાનજીભાઈ વગેરે મિત્રોએ આભારપત્ર આપેલ તેમજ લીલીયા બજરંગ સેવા સંસ્થાના યુવાનોએ પણ ઉમીયામાતાજી મંદિર, લીલીયાનો આભાર વ્યક્ત કરેલ હતો.
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Recent Comments