અમરેલી જિલ્લા નું ગૌરવ ડો. મીત મેહતા અમદાવાદ ખાતે ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. “કોરોના વોરિયર્સ ફેમીલી”

અમરેલી જિલ્લા નું ગૌરવ ડો. મીત મેહતા અમદાવાદ ખાતે ૧૨૦૦ બેડ ની કોવિડ હોસ્પિટલ માં સેવા આપી રહ્યા છે.
અમરેલી ની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ના આર.એમ.ઓ. ડો. ભાવેશભાઈ મેહતા અને ડો. કોમલબેન મેહતા ( આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર આરોગ્ય શાખા અમરેલી) ના પુત્ર ડો. મીત મેહતા પણ આ મહામારી ના સમય માં અમદાવાદ માં આવેલી ૧૨૦૦ કોવીડ બેડ ની હોસ્પિટલ માં પોતાના માતા – પિતા ની જેમ કોરોના વોરિયર્સ બની અને પોતાની સેવા આપી રહ્યા છે.મીત ની અભ્યાસિક કારકિર્દી ખુબજ ઉજ્જવળ રહી છે. તેમણે પ્રાથમિક શિક્ષણ થી ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ સુધી નું શિક્ષણ અમરેલી શહેર માં જ લીધું છે.
મિતે એસ.એસ.સી. બોર્ડ ની પરીક્ષા માં ૯૯.૯૯ P.R. સાથે ગુજરાત રાજ્ય માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અને એચ.એસ.સી. બોર્ડ ની પરિક્ષમાં ૯૯.૯૬ PR. સાથે રાજ્ય માં ચોથો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ત્યાર બાદ એશિયાની નામાંકીત એવી બી.જે. મેડિકલ કૉલેજ માંથી M.B.B.S નો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
મીત ને ચિત્ર દોરવાનો શોખ છે અને સાથે રામાયણ નો મીત ના જીવન માં ખુબજ પ્રભાવ છે.
આ મહામારી ના સમય માં પોતાના માતાપિતા અને કુટુંબ માં કાકા વિપુલ ભાઈ મહેતા ( નાયબ મામલતદાર .કલેકટર કચેરી) અને કાકી મમતા બેન વિપુલભાઈ મહેતા ( યોગ શિક્ષક) પાસે થી પ્રેરણા મેળવી અને M.B.B.S. નો અભ્યાસ પૂર્ણ કરતાની સાથેજ ડો. મીત અમદાવાદ ની અંદર ૧૨૦૦ બેડ ની કોવિડ હોસ્પિટલ માં ઇન્ટર્ન ડોકટર તરીકે જોડાઈ અને પોતાની સેવા આપી રહ્યા છે.
ડો. મીત ભવિષ્ય માં હૃદયરોગ માં સુપર સ્પેશીયાલિસ્ટ ડોકટર બની અને લોકો ની સેવા કરવા માંગે છે.
પેલી કહેવત છે ને કે ઢેલ ના ઇંડા ચીતરવા ના પડે તેમ ડો. મીત પણ પોતાના માતાપિતા ની જેમ આ મહામારી ના સમય માં તબીબી ક્ષેત્રે પોતાની સેવા આપી અને ખરા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને ત્યારે સમગ્ર અમરેલી શહેર ની જનતા આ કોરોના વોરિયર્સ ફેમીલી નો આભાર માનવાની સાથે તેમના પર અભિનંદન ની વર્ષા કરી રહ્યું છે.
તેવું આયુષીબેન મેહતા ની યાદી માં જણાવવા માં આવ્યું છે.
Recent Comments