fbpx
અમરેલી

અમરેલીના પૂર્વ સાંસદ નવિનચંદ્ર રવાણીનાં નિધનથી શોક

અમરેલી જિલ્‍લા સહિત ગુજરાત કોંગ્રેસનાં કદાવર નેતા અને પૂર્વ સાંસદ નવિનચંદ્ર રવાણીએ આજે વ્‍હેલી સવારે 3 કલાકે અમદાવાદ ખાતે સારવાર દરમિયાન અંતિમ શ્‍વાસ લેતા રઘુવંશી સમાજ, કોંગેંસ પક્ષ અને રાજકીય ક્ષેત્રને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.

સાવરકુંડલા પાલિકામાં આજથી 70 વર્ષ પહેલા પ્રમુખ બનીને બાદમાં ધારાસભ્‍ય, રાજય સરકારમાં મંત્રી અને 1980થી 1989 સુધી અમરેલીનાં સાંસદ તરીકે તેઓએ ફરજ બજાવી હતી અને અમરેલી જિલ્‍લામાં ટેલિફોન એક્ષચેન્‍જ અને દુરદર્શન કેન્‍દ્ર સહિતની અનેક સુવિધાઓ અપાવવામાં તેઓ સફળ સાબિત થયા હતા.

સાવરકુંડલા શહેરમાં સેંકડો ગરીબ પરિવારોને મફત પ્‍લોટ કે શાકભાજીનાં પાલા ધારકોની જગ્‍યા ફાળવણી સહિતનાં અગણિત કામો કરીને તેઓ ખરા અર્થમાં લોકનાયક સાબિત થયાહતા.

પૂર્વ સાંસદ ને ભાજપનાં કદાવર નેતા દિલીપ સંઘાણી, વિપક્ષી નેતા પરેશ ધાનાણી, ધારાસભ્‍યો પ્રતાપ દુધાત, વિરજી ઠુંમર, અંબરિષ ડેર, જે.વી. કાકડીયા, જિલ્‍લા કોંગી પ્રમુખ ડી.કે. રૈયાણી, ભાજપ અગ્રણી ઘનશ્‍યામ ડોબરીયા સહિતનાં રાજકીય જીવનનાં આગેવાનોએ શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરી હતી. તો રઘુવંશી સમાજનાં અગ્રણી હસુભાઈ સુચક, જીતુભાઈ ગોળવાળા, રાજેશ રૂપારેલ સહિતે પણ શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરી હતી.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0