fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લાને કોરોનામુકત બનાવવા અભિયાન શરૂ

ગુજરાતમાં કોરોનાનાં સંક્રમણને ખાળવા તમામ ગ્રામીણ વિસ્‍તારો પણ વધારેજાગૃત અને જવાબદાર બને અને કોરોનાનું સંક્રમણ રોકવાના રાજય સરકારના પ્રયત્‍નોમાં ગ્રામીણ વિસ્‍તારો પણ નિર્ણાયક જવાબદારી અદા કરે તેવા આશય સાથે ગુજરાત રાજયનાં સ્‍થાપના દિવસ તા. 1લી મેથી સમગ્ર રાજયમાં ભમારૂં ગામ-કોરોનામુકત ગામભ અભિયાનનો જુસ્‍સાભેર આરંભ થયો છે. રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્‍ફરન્‍સના માઘ્‍યમથી આ અભિયાનનો શુભારંભ કરાવ્‍યો અને રાજયના તમામ ગામોના સરપંચ, ઉપસરપંચ અને ગામના આગેવાનોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું. આ પ્રસંગે પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર પણ ઉપસ્‍થિત રહૃાા હતા.

ગુજરાત રાજયના સ્‍થાપના દિવસ તા. 1લી મે ર0ર1થી ભમારૂ ગામ-કોરોનામુકત ગામભ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લા કક્ષાએથી સેવા સદન વિડીયો કોન્‍ફરન્‍સ હોલ ખાતે કૃષિમંત્રી આર.સી. ફળદુ, જિલ્‍લા કલેકટર આયુષ ઓક અને જિલ્‍લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ ગ્રામીય કક્ષાની સાથોસાથ તાલુકા કક્ષાએથી પણ આગેવાનો જોડાયા હતા.

કોરોના સામેની લડતમાં મહાનગરોની ાથે સાથે નાના શહેરો અને ગ્રામીણ વિસતારોએ પણ વિશેષ કાળજી લેવાની આવશ્‍યકતા છે. ગુજરાતના નાનામાં નાના ગામમાં રહેતો નાગરિક પણ વધારે સજાગ અને સાવચેત થશે તો જ કોરોના સામેની આ જંગ જીતી શકાશે. ગ્રામીણ આગેવાનો ભભમારૂગામ-કોરોનામુકત ગામભભ બને તે માટે સંકલ્‍પબઘ્‍ધ થયા હતા. આ અભિયાન અંતર્ગત કોરોનાને હરાવવાના રાજય સરકારનાં પ્રયત્‍નોમાં સહભાગી થવા દરેક ગામમાં એક સશકત ટીમ તૈયાર કરવામાં આવશે જેના નેતૃત્‍વમાં દેરક ગામ કોરોના સામે નિર્ણાય લડત આપશે.

નોંધનીય છે કે કોરોનાનાં સંક્રમણને રોકવા રાજય સરકાર શકય તમામ પ્રયત્‍નો પુરી પ્રમાણિકતા અને નિષ્ઠા સાથે કરી રહી છે. તમામ જરૂરી પગલાં યુઘ્‍ધના ધોરણે લેવાઈ રહૃાાં છે. ત્‍યારે અમરેલી જિલ્‍લાનો પ્રત્‍યેક નાગરિક રાજય સરકારના આ પ્રયત્‍નોમાં સભાગી થાય અને વેકિસનેશન ઝૂંબેશમાં જોડાઈ દરેક વ્‍યકિત એક સૈનીકની જેમ આ લડતમાં જોડાશે તો કરોના સામેની આ લડત વધારે આસાન થશે અને ભમારૂં ગામ-કોરોનામુકત ગામભ અભિાયનમાં જિલ્‍લાના તમામ ગામો જોડાઈ કોરોના સામેના જંગમાં નિર્ણાયક લડાઈ લડી કોરોનામુકત જિલ્‍લો બનાવવામાં સહયોગ આપે તે ઈચ્‍છનીય છે.

આ તકે મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. જે.એચ. પટેલ, આરોગ્‍ય વિભાગના અધિકારી એ.કે. સિંઘ આરોગ્‍ય તેમજ અન્‍ય સંલગ્ન વિભાગના અધિકારી- કર્મચારીઓ ઉપસ્‍થિત રહૃાાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/