fbpx
અમરેલી

અમરેલીમાં કોરોના મહામારી વચ્‍ચે ડો. ચંદ્રેશ ખૂંટ સહિતનાં તબીબોની શ્રેષ્ઠ કામગીરી

આજના કોરોના કાળમાં લોકો ‘દો ગજની દૂરી’ના નિયમને કડકપણે વળગી રહયા છે ત્‍યારે આ મહામારીના સમયમાં પોતાની અમૂલ્‍ય જિંદગીની પણ પરવા કર્યા વગર રાત-દિવસ માત્ર દર્દી નારાયણની સેવા કરવા માટે થઈ અમરેલીના કેટલાક ડોકટર્સે જાણે ભેખ લીધો હોય, દવાખાના બહાર ઉમટી પડતી દર્દીઓની ભીડની પણ કાળજી રાખી મંડપ, પીવાના પાણી, બેસવા માટે ખુરશી, સેનેટાઈઝર સહિતની વ્‍યવસ્‍થા કરી અને માત્ર નજીવી ફી અને તે જો દર્દી પાસે હોય તો લેવાની નહીં તો પછી આપજો તેમ કહીમલકાતા ચહેરે દર્દીને સાજો કરવાની નેમ સાથે કાર્ય કરતા અમરેલીનાં જાણીતા તબીબ ડો. પરમાર, ડો. ચંદ્રેશ ખૂંટ તથા ડો. અજ્ઞીતા સિઘ્‍ધપરા (જંગવડ)

આ ત્રણેય તબીબ દ્વારા દર્દીને તપાસતા પહેલા કેમ છો ? તેવા સહજ પ્રશ્‍ન કરી આત્‍મીયતા કેળવી દર્દીની તકલીફ જાણ્‍યા બાદ જરૂરી દવા અથવા માર્ગદર્શન આપી હિંમતભેર કંઈ નથી સામાન્‍ય બીમારી છે આ દવા લો એકદમ સારૂ થઈ જશે આવા શબ્‍દો તબીબ પાસેથી સાંભળી દર્દીની અર્ધી તકલીફ તો તુરંત જ દૂર થઈ જાય છે જયારે બાકીની દવાથી દર્દી સારો થઈ જાય છે.

મહામારીના કપરા કાળમાં આ ત્રણેય તબીબો દ્વારા સવારથી સાંજ સુધી ઓ.પી.ડી. આ ઉપરાંત નિયમિત દર્દીઓની ચકાસણી ઉપરાંત મિત્ર મંડળ જાણીતા લોકો માટે દવા, ઓકિસજન તથા ઈન્‍જેકશનની વ્‍યવસ્‍થા કરવા દર્દીની સાથે પોતે પણ દોડાદોડી કરી દર્દીને માત્ર સાજો કરવાના નેમ સાથે કાર્ય કરતા હોય, આ તમામ તબીબોને કુદરત સૌથી વધુ સફળતા અપાવે તેવી અભ્‍યર્થના.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0