fbpx
અમરેલી

બાબરા તાલુકાના કોટડાપીઠા ગામમાં હરભોલે ગ્રુપ સુરત દ્વારા અર્પણ કરેલ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન બોટલ અર્પણ કરતા જિલ્લા આગેવાન જનકભાઈ પી. તળાવીયા

બાબરા તાલુકાના કોટડાપીઠા ગામમાં હરભોલે ગ્રુપ સુરત દ્વારા અર્પણ કરેલ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન બોટલ અર્પણ કરતા જિલ્લા આગેવાન જનકભાઈ પી. તળાવીયા.બાબરા તાલુકાના કોટડાપીઠા ગામમાં ચોવટીયા પરિવારના વડીલો સ્વ. લક્ષ્મણભાઈ મોહનભાઈ ચોવટીયા તથા સ્વ. રઘુભાઈ લક્ષ્મણભાઈ ચોવટીયા ના સ્મરણાથે હરભોલે ગ્રુપ સુરત. મયુરભાઈ ચતુરભાઈ ચોવટીયા ના હસ્તે કોટડાપીઠા ગામ માં એમ્બ્યુલન્સ ઇકો ગાડી અર્પણ કરવામાં આવી છે, જેના થકી કોટડાપીઠા ગામ તેમજ આજુબાજુના બાબરા તાલુકાના ગામના દર્દીઓને એમ્બ્યુલન્સની ઝડપી સુવિધા ઉપલબ્ધ થાય તેવી  સુવિધા આપવામાં આવી છે.

ત્યારે આવા કોરોનાના કપરા કાળમાં દર્દીઓને અત્યારે સૌથી વધુ ઓક્સિજનની કમી વર્તાય રહી છે, ત્યારે દર્દીઓને એમ્બ્યુલન્સ ગાડીમાં જ ઓક્સિજનની સુવિધા મળી રહે તે માટે જિલ્લા આગેવાન અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી.તળાવીયાએ એમ્બ્યુલન્સ ગાડીમાં ઓક્સિજન બોટલ અર્પણ કરી છે જેના દ્વારા દર્દીઓને ઓક્સિજનની પડતી મુશ્કેલી દૂર થાય ,અને ઝડપી સારવાર મળી રહે તેવી સેવાકીય કામગીરીનો કોટડાપીઠા ગામના ગ્રામજનોએ દાતાઓ તેમજ જનકભાઈ તળાવીયાનો  આભાર વ્યક્ત કર્યો હતો.દવાખાને પહોંચાડવા માં એમ્બ્યુલન્સની અછતના કારણે ઓક્સિજન વાળી એમ્બ્યુલન્સ ગાડી મળતા કોટડાપીઠા ગામ ની તેમજ આજુબાજુના ગામના લોકોને આ ઓક્સિજન વાળી  એમ્બ્યુલન્સ ગાડીની સેવાનો લાભ મળી રહે તેવી દાતાઓ દ્વારા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0