fbpx
અમરેલી

અમરેલી માં કોણ પોતાનુ કોણ પરાયુ એ જાણતા નથી, બસ લોકોને કરી રહેલ છે રાત દીવસ મદદ : અભિયાન સેવા ટ્રસ્ટ

અમરેલી સિવિલ હોસ્પિટલ માં વારસો થી દિવસ ભરમાં એકાદ ચક્કર લગાવી ને પરેશાન દર્દી ઓ ને કોઈ પણ મુશ્કેલી અંગે નું નિવારણ કરવા માટે અમરેલી શહેર અભિયાન સેવા ટ્રસ્ટ ના સભ્યો દ્વારા ગમગીન ચેહરા ઓ ઉપર મુસ્કાન ફરકાવી ને મદદરૂપ બને છે તેવો નથી પુછાતા દર્દી ના પરિવાર ને કે તમે કિયા સમાજ માંથી છો ? કયા ધર્મના છો? બસ તેવો ને એટલો સંતોષ જણાય છે કે આજે અમારા જીવન નો આ દિવસ ઈશ્વર અલ્લાહે આ અજનબી પરિવાર ને મદદ રૂપ બનવા માટે લખેલ છે

ગરીબ અને જરૂરિયાત મંદ લોકો ને આર્થીક પરિસ્થિતિ નો ચિતાર જાણી ને મદદ કરવામાં પણ પાછી પાની નથી કરતા આજે દેશ અને દુનિયા માં કોરોના મહામારી ની બીજી લહેર નો હાહાકાર જણાય છે અમરેલી જિલ્લા માં દિન પ્રતિદિન કેસો વધી રહિયા છે ત્યારે એક મજબુર બાપ પોતાના કોરોના પોઝિટિવ દીકરા ને લયને સારવાર માટે આવે છે એક ભાઈ પોતાના નાનાભાઈ ની સારવાર કરવા અમરેલી આવે છે.ફાટેલા તૂટેલા કપડાં માં એક દીકરો પોતાની જનેતા ને લઇ ને હોસ્પિટલ માં આવે છે.એક મહિલા ઓક્સિજન ની વ્યવસ્થા કરવામાં પરેશાન જણાય છે ત્યારે ગરીબો જરૂયાત મંદ લોકો નો સહારો બનવા માટે પોતાના રબ ને રાજી કરવા માટે પોતાના માતા પિતાને ધન્ય બનાવવા માટે અમરેલી જિલ્લા અભિયાન સેવા ટ્રસ્ટ ના સભ્યો મદદ કરવા માટે જેઓ સતત વ્યસ્ત દેખાય છે વ્યવસ્થા કરવા માટે કોઈના ઓક્સિજન નું સિલિન્ડર લઇ ને પરસેવે રેબઝેબ દેખાય છે તો કોઈ દર્દી ની ભલામણ કરવા આજીજી કરતા દેખાઈ છે હાથ માં ફલોમીટર ,વેન્ટિલેટર વ્યવસ્થા કરવામાં દેખાઈ છે.

તો ઘડીકમાં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ને લીબું પાણીપાતા વ્યસ્ત હોવાનું જાણવા મળે છે તો ક્યાંક દર્દી ઓનો પરિવાર જનો ની તબિયત લથડે નહિ તે માટે તેવો ભરપેટ જમાડતા જોવા મળે છે આ છે અમરેલી ના સાચા હીરા કે દર્દી ઓના ખાટલે જતા જયારે દર્દી ઓ ના પરિવાર જનો જતા અચકાતા હોઈ છે ત્યારે પોતે દર્દી ઓ ની સેવા કરવાનો મોકો ચૂકયા વગર મોત ને પણ અડી ને આવી જાય છે પરિસ્થિતિ ખુબજ અલગ નિર્માણ પામેલ છે ત્યારે સિવિલ હોસ્પિટલ ના તમામ ડોક્ટરો, નર્સ, પટાવાળા,સફાઈ કામદારો,સેક્યુરીટી ગાર્ડ,ટ્રોમા સેન્ટર સહીત ના ફરજપર તમામ સ્ટાફ ને લીબું સરબત તેમજ અન્ય ફ્રૂટ ના શરબતો પણ આપવામાં આવતા સ્ટાફ સરબત પી ને હાશકારો અનુભવતા હતા. અમરેલી શાંત બા મેડિકલ કોલેજ (સિવિલ હોસ્પિટલ) કેમ્પસ ડાયરેક્ટર પિન્ટુ ભાઈ ધાનાણી સિવિલ હોસ્પિટલ RMO ડો.સંતાણી સાહેબ નો ખુબ સાથ અને સહકાર આપેલ ત્યારે આપણા અમરેલી જીલ્લા અભિયાન સેવા ટ્રસ્ટ ના પ્રમુખ રફીકભાઇ ચૌહાણ,અમીનભાઈ હાલ (હાલ સાહેબ), અજીમ લાખાણી,વસીમ ધાનાણી,નવાબ સૈયદ,સચિન ચૌહાણ,અસ્ફાક ધાનાણી,સાજીદ બકાલી,અકબર અન્સારી ,અકબર શેખ,તાહ માંકડા સભ્યો સેવા માં જોડાયા હતા

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0