રાજયના પુરવઠા મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી હકુભા જાડેજાએ કૈલાસમુકિતધામ સ્મશાનની મુલાકાત લીધી

. – સાંસદ નારણભાઈ કાછડીયા , ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા સહિતના આગેવાનોએ કૈલાસમુકિતધામ સ્મશાનના કાર્યકરોને બિરદાવ્યા . > પ્રભારી મંત્રીશ્રી હકુભા જાડેજાએ કૈલાસમુકિતધામ સ્મશાનની કામગીરીને બિરદાવી . જિલ્લા પ્રભારી મંત્રી તથા ગુજરાત રાજયના અન્ન , અને નાગરિક પુરવઠા મંત્રી માન . હકુભા જાડેજાએ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા , ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા , જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા સાથે અમરેલીના કૈલાસમુકિતધામ સ્મશાનની મુલાકાત લઈને મૃતકોના પરિજનોને સાંત્વના આપીને અમરેલીના કૈલાસમુકિતધામ સ્મશાનની ટીમને બિરદાવી હતી તથા સ્મશાનની કામગીરીથી પ્રભાવિત થયા હતા . આ મુલાકાતમાં અમરેલીના ડીડી.ઓ શ્રી પરમાર સાહેબ , જિલ્લા બિલ્ડર્સ એસો.ના પ્રમુખ દિનેશભાઈ બાંભરોલીયા , સિવિલ હોસ્પિ.ના એમ.ડી. પિન્દુભાઈ ધાનાણી , જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જીતુભાઈ ડેર , સ્મશાનના મુખ્ય સંચાલક મગનભાઈ કાબરીયા , ડાયનેમિક ગૃપ – અમરેલીના પ્રમુખ હરેશભાઈ બાવીશી , લે.પટેલ સમાજના ઉપપ્રમુખ નિમેષભાઈ બાંભરોલીયા સહિતના આગેવાનોએ સ્થળ પર મુલાકાત કરી હતી .
Recent Comments