fbpx
અમરેલી

બાળકોના અભ્યાસ, રોજગારી, સુરક્ષા સહિત બાબતોને આવર્રી લેતી ખાસ અસરકાર યોજના બનાવવા મુખ્યમંત્રી સમક્ષ સંઘાણી રજુઆત

સાર્વજનીક સર્વે કરાવો, જરૂર પડયે ઔદ્યોગીક,સહકાર,સામાજીક સંગઠનો સહયોગ મેળવો

કોરોના મહામારીને રોકવા, સમાજને સુરક્ષીત રાખવા આરોગ્ય સેવાઓ સાથે સરકાર શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી તેમ છતા કોરોના સંક્રમણ અટકવાનુ નામ લેતું નથી આ આ કોરોના રોગચાળાએ પરિવારની કમાણીની કમાન જેમના ખંભે હતી તેવા અનેક યુવાનો અને મોભીઓ ને કોરોનાએ કરમાવી દીધા છે આવા અસંખ્ય પરિવારોનું ભાવિ ભવિષ્ય ધુંધળુ અને પરાધિન બની ગયુ છે. આજીવીકા, બાળકોનો અભ્યાસ, આર્થીક જરૂરીયાત આવી બાબતો આ પરિવારને ઘેરી ચુકી છે તેમાંથી લોકોને બહાર લાવતી અને સહાયરૂપ બને તેવી અસરકાર સ્પેશ્યલ યોજના તાકીદે બનાવવા રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી–રાષ્ટ્રિય સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી છે.

સંઘાણીએ જણાવેલ છે કે, સરકાર સામે સહાયની મીટ હોય તેથી સ્વાભાવીક આવા પરિવારજનોનો તાકીદે સર્વે કરવામા આવે અને તે આધારીતે આવા પરિવારોને આજીવીકા, બાળકોનું શિક્ષણ, સામાજીક જરૂરીયાત વિગેરેનો સમાવેશ થાય તેવી લાંબા ગાળાની અને અસરકારક યોજના પ્રવર્તમાન સમયની માંગ હોઈ, આ યોજના અંગે ઔદ્યોગીક સંગઠનો, સહકાર કે સામાજીક સહયોગ મેળવીને પણ યોજના કાર્યરત કરવા પત્રના અંતમા માગણી કરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/